GSTV
Home » News » જીતુ વાઘાણીના મત વિસ્તારના લોકો છેલ્લા 20 આ દિવસથી આ સમસ્યાથી પરેશાન, ઉતર્યા રસ્તા પર

જીતુ વાઘાણીના મત વિસ્તારના લોકો છેલ્લા 20 આ દિવસથી આ સમસ્યાથી પરેશાન, ઉતર્યા રસ્તા પર

ભાવનગરના કુંભારવાડા વિસ્તારના સ્લમવાસીઓ છેલ્લા 20 દિવસથી ડહોળુ પાણી પી રહ્યા છે. ગંદુ પાણી પીવાથી ઝાડા, ઉલ્ટી જેવા રોગોની ભીતિ સેવાઇ છે. તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ પગલા ન ભરાતા સ્લમવાસીઓ રોષે ભરાયા હતા. રસ્તા પર ઉતરી હલ્લાબોલ કર્યો હતો. આ ડહોળુ પાણી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કુંભારવાડા મત વિસ્તારના સ્લમવાસીઓ છેલ્લા 20 દિવસથી પી રહ્યા છે. જેને કારણે કુંભારવાડા વિસ્તારના લોકોમાં ઝાડા ઉલ્ટી જેવા રોગોની ભીતિ સેવાઇ છે.

આ ગંદુ પાણી પીવાની પાઇપ લાઇનમાં ભળી ગયુ છે. જેના કારણે કુંભારવાડાના સ્લમવાસીઓ આ દુષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને રોઝા પૂર્ણ થયા બાદ ઇદ જેવા પવિત્ર તહેવારમાં પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી હતી. ત્રાહિમામ બનેલી મહિલાઓએ ગંદા પાણી ભરેલા બેડા- ડોલ અને બોટલો સાથે રોડ પર ઉતરી આવી હતી અને સ્વચ્છ અને પીવા લાયક પાણી આપવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો.

સ્થાનિકોના હલ્લાબોલ કર્યા બાદ તંત્રએ કામગીરી શરૂ કરીને સ્લમવાસીઓની હૈયાવરાળ બૂઝાવી દીધી છે પરંતુ અનિયમીત આવતુ શુદ્ધ પાણી ફૂલ ફોર્સ સાથે પૂરૂ પાડવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!