GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ઓટો સેક્ટરમાં મંદી વીમા કારોબાર પર કરી રહી છે અસર

વાહન ક્ષેત્રમાં વિભિન્ન કેટેગરીના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાંકીય ખર્ચમાં વધારો, રોકડની અછત અને લોકોનો ખરીદીમાં નિરુત્સાહ હોવાના કારણે મે 2019માં વેચાણમાં મંદી જોવા મળી. વાહનક્ષેત્રના વેચાણમાં ઘટાડાની અસર વીમા કારોબાર માટે પણ મંદીના એંધાણ દર્શાવે છે. ઓટો સેક્ટરમાં મંદીની અસર વીમા ક્ષેત્રમાં પણ નકારાત્મક સ્થિતિ જોવા મળી રહી છે કેમકે વીમા ક્ષેત્રનો મોટાભાગના કોરાબાર વાહન ક્ષેત્ર પર આધાર રાખે છે.

સામાન્ય વીમા પરિષદ (જીઆઈસી) મુજબ ઓન ડેમેજ (ઓડી) અને થર્ડ-પાર્ટી (ટીપી) કેટેગરીમાં નાણાંકીય વર્ષ 2018-19માં જીવન વીમા કંપનીઓની કુલ પ્રત્યક્ષ પ્રીમિયમ આવકમાં આશરે 38 ટકાની હિસ્સેદારી રહી છે. રિલાયંસ જનરલ ઇંશ્યોરેંસમાં કાર્યકારી ડાયરેક્ટર જૈન કહે છે કે વાહન ક્ષેત્રમાં તેજી હોય ત્યારે વીમા કંપનીઓનો કારોબારમાં પણ તેજી જોવા મળે છે. વાહનનું વેચાણ વધતા અપ્રત્યક્ષ રીતે નવા કારોબારથી પણ વીમા ઉદ્યોગમાં 15 ટકાની તેજી જોવા મળતી હોય છે.

પૂર્વમાં જોવા મળેલ તારણો પરથી ખ્યાલ આવે કે વાહનનું વેચાણ અને જીવન-વીમા વગરની કંપનીઓની આવક વચ્ચે નજીકનો સંબંધ છે. જીઆઈસી અનુસાર મોટર ખંડમાં જીડીપીઆઈમાં વાર્ષિક આધાર પર એપ્રિલ 2019માં 1.4 ટકાની નજીવી વૃદ્ધિ થઈ હતી, જ્યારે ગત વર્ષે આ આંકડો 14.2 ટકા રહ્યો. તેનાથી અગ્નિ તેમજ સ્વાસ્થ્ય જેવા એકમોમાં બે આંકડામાં તેજી રહ્યા બાદ સંપૂર્ણ વીમા ક્ષેત્રનો કુલ જીડીપીઆઈ દર 14.5 ટકા પર અટક્યો હતો.

સોસાયટી ઓફ ઇંડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2019માંવાહનોના કુલ વેચાણમાં ફક્ત 5.2 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે જ્યારે ગત વર્ષે તેમાં 14 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ 2019માં મોટર-ઓડીમાં જીડીપીઆઈ 5.4 ટકા ઘટ્યો, જ્યારે મોટર-ટીપીમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો. જો કે વિશ્લેષકોને વાહન ક્ષેત્રમાં આગામી સમયમાં ગ્રોથ થવાની સંભાવના જોવા મળી રહી છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!