GSTV
Gujarat Government Advertisement

તમારૂ રૂટિન પણ ક્યાંક આવું તો નથી ને? Work From Homeને લઈને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Work From Home

Last Updated on September 16, 2020 by Arohi

ઘરેથી કામ કરવાના (Work From Home) કારણે લોકોના સુવાની ગુણવત્તા ખૂબ પ્રભાવિત થઈ છે. લોકોને કામથી અલગ થયા બાદ ઉંઘ પુરી કરવી મુશ્કેલ થઈ રહી છે. હાલમાં જ કરવામાં આવેલી શોધમાં ઉંઘની પેટર્ન પર ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.

ઘરેથી કામ કરવા પર શોધમાં ખુલાસો

કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા એક સારો વિકલ્પ હતો. પરંતુ શોધમાં જાણવા મળ્યું છે કે આ રૂટીનથી લોકોની ઉંઘની આદતો પર અસર પડે છે. તેમણે કામથી અલગ થવા પર સુવામાં મુશ્કેલી પડી રહે છે.

Work From Home

 ‘જર્નલ ઓફ ટ્રાન્સલેશન મેડિસીન’ પ્રકાશિત રિપોર્ટ અનુસાર જીવન શૈલીમાં આવેલા ઉગ્ર બદલાવથી ઉંઘની પેટર્ન ખૂબ પ્રભાવિત થઈ છે. સંશોધકોએ ઉંઘની ક્ષમતામાં બદલાવોનું પરિક્ષણ કર્યુ. શોધમાં તેમણે એક વ્યક્તિના સુવાના સમય, ઉંઘની ગુણવત્તા અને દિવસના સમયે ઉંઘવાનો સમય સામેલ કર્યો.

સુવામાં ડિસ્ટબન્સ

શોધ 18-65 વર્ષની 121 મહિલા અને પુરુષો પર કરવામાં આવી છે. આ સમયમાં ક્વોરન્ટાઈનથી પહેલા સુવાનું શેડ્યુલ અને આદતોની તપાસ કરવામાં આવી. ક્વોરન્ટાઈના 40 દિવસ પુરા થયા બાદ ડેટાનો અભ્યાસ કર્યો છે. શોધકર્તાઓને શોધમાં શામેલ લોકોને બોડી માસ ઈન્ડેક્સ (BMI)નું પણ પરીક્ષણ કર્યું. શોધ બાદ તેમણે જણાવ્યું કે લોકોના PSQI સ્કોર વધેલો હતો. તેમણે ક્વોરન્ટાઈન કર્યા બાદ ઉંઘની ગુણવત્તાની ખરાબીના સંકેત માનતા ક્વોરન્ટાઈન અને ખરાબ ઉંઘની વચ્ચે સંબંધને સ્પષ્ટ કર્યો.

Work From Home

ઘરેથી કામ કરનાર લોકોનો PSQI સ્કોર વધારે હતો

તેમણે જણાવ્યું કે ઘરેથી કામ કરનાર લોકોનો PSQI સ્કોર વધારે હતો. આવુ આખી દિવસ સ્માર્ટ ડિવાઈસ ઉપયોગ કરવાના કારણે થયું. સંશોધકોનું માનવું છે કે કામના કલાકામાં વધારો અને સ્ક્રીન પર પસાર કરેલા સમયે ઉંધના ખલેલમાં ખૂબ મોટી ભુમિકા ભજવી હતી. શોધમાં એ જાણવા મળ્યું કે ક્વોરન્ટાઈનમાં શરીરિક રૂપથી ગતિવિધિમાં કમી આવી. આ ઉપરાંત તેમાં જંક ફૂડ ખાવાનુ વલણ પણ જોવા મળ્યું.

Read Aslo

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!