GSTV

આટલા કલાકથી વધારે ન સૂતાં નહીંતર આપશો મોતને આમંત્રણ

Last Updated on August 7, 2018 by

જેને ઉંઘવાનું વધારે પસંદ છે, જો તમે પણ તેવા લોકોમાંથી છો તો સાવધાન થઈ જાઓ. એક રિસર્ચમાં દાવો કરાયો છે કે જે લોકો વધારે ઉંઘે છે તેનુ મોત થવાની આશંકા પણ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે જે લોકો રાત્રે 8 કલાકથી વધારે ઉંઘે છે તેવા લોકોની મરવાની આશંકા 7 કલાકથી વધુ ઉંઘનારા લોકોથી વધારે રહે છે.

‘હફિન્ગટન પોસ્ટ યુકે’ના જણાવ્યા મુજબ, આ અભ્યાસમાં વિશ્વભરના 33 લાખથી વધુ લોકોને સામેલ કરાયા હતાં. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ ઉંઘવાથી હૃદય સાથે જોડાયેલી બિમારીઓ અને સ્ટ્રોક્સ થવાનો ભય વધે છે.

જર્નલ ઑફ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં છપાયેલ આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે વધુ ઉંઘવાનો અર્થ થાય છે કે લોકો ઓછો વ્યાયામ કરશે, જેથી તેમને હૃદય સાથે જોડાયેલી મુશ્કેલીઓ વધવાની આશંકા વધી જાય છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ 7 થી 8 કલાકની વચ્ચે ઉંઘે છે, તેમની અંદર આ પ્રકારની બિમારી હોવાનુ જોખમ ઓછું રહે છે.

જોકે, એવુ પણ જાણવા મળ્યું છે કે જે લોકોને ઓછી ઉંઘ આવે છે, તેમના માટે બિમારી અને મૃત્યુનો ભય ધીરે-ધીરે વધે છે, પરંતુ તે વધુ નથી.સંશોધન મુજબ, જે લોકો રાત્રે 9 કલાક ઉંઘતા હતાં, તેમના મૃત્યુદરમાં 14 ટકાનો વધારો થયો, જ્યારે 10 કલાક ઉંઘનારા લોકોમાં આ 30 ટકા અને 11 કલાક ઉંઘનારા લોકોમાં 47 ટકા હતું. એટલું જ નહીં, જે લોકો 10 કલાક અથવા તેનાથી વધારે ઉંઘે છે તેવા લોકોને સ્ટ્રોકથી મરવાનો ભય 56 ટકા વધે છે તો હૃદય સંબંધી બિમારીઓથી મરવાનો ડર 49 ટકા વધે છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!