GSTV
Health & Fitness Life

આડેધડ લીલા શાકભાજીના જ્યુસ ના પીવો હેલ્થ માટે જીવલેણ સાબિત થઈ શકે

જો તમને લાગતું હોય કે લીલા શાકભાજીનું જ્યુસ એટલે હેલ્થ માટે સૌથી બેસ્ટ અને તમને હંમેશા ફિટ રાખશે તો એવું બિલકુલ નથી. હકીકત તો એ છે કે અનેક જાતની શાકભાજીનું જ્યુસ જેને આપણા શરીર માટે તેમજ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉત્તમ દવા માનવામાં આવે છે તે આપણા શરીર માટે ક્યારેક ખૂબ જ નુકસાનકારક સાબીત થઈ શકે છે.

આજકાલ એક ટ્રેન્ડ લોકોમાં જોવા મળે છે તે છે કે રોજ સવારે પોતાના ઘરની નજીક આવેલ પાર્કમાં ચાલવા જવું અને અહીં મળતા દુધીના જ્યુસને પીવું. પરંત તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રીતનું દૂધીનું જ્યુસ તમારી હેલ્થને વધુ નુકસાન કરશે.

દૂધીનું જ્યુસ બનાવતા પહેલા તે કડવી છે કે નહીં તે ચેક કરવું ખૂબ જરૂરી છે. જેથી ખબર પડે છે કે ક્યાંક દૂધી ઝેરી તો નથીને. આ માટે દૂધીની સ્લાઇસ કાપો અને પછી જરાક ટેસ્ટ કરો જો તે કડવી લાગે તો તેનું જ્યુસ બિલકુલ ના બનાવો. કેમ કે દુધીનો કડવો સ્વાદ તેમાં રહેલા કુકુરબીટાસિન નામના તત્વના કારણે આવે છે. જે એક સાઇટો ટોક્સિક પદાર્થ છે.

ફક્ત દૂધી જ નહીં કાકડી, રીંગણ, કોળુ અને તરબૂચ જેવા ફળ અને શાકભાજીમાં પણ સાઇટો ટોક્સિક નામનું આ રસાયણ મળી આવે છે. માટે આવા કોઈપણ ફળ કે શાકભાજીને ટેસ્ટ કર્યા વગર જ્યુસ બનાવી પીવું જોઈએ નહીં. સાઇટો ટોક્સિક શરીરમાં જતા જ આંતરડામાં રીએક્શન આવ છે અન ઉલ્ટી શરૂ થઈ જાય છે. પેટમાં ખૂબ જ દુખાવો ઉપડે છે અને બ્લડ પ્રેશર લો થવા લાગે છે.

ગાજરનું જ્યુસ પણ ક્યારેક શરીર માટે હાનિકારક બની શકે છે. જો તેને વધુ માત્રામાં પીવામાં આવે તો. આમ તો પોષક તત્વોથી ભરપૂર ગાજરનું જ્યુસ આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તેને નિશ્ચિત માત્રાથી વધુ સેવન કરવામાં આવે તો બ્લડ શુગરનું પ્રમાણ અચાનક જ ખૂબ વધી જાય છે અને તમારી સ્કિનનો કલર પણ રેન્જ થઈ જાય છે. તેથી ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.

યૂરોપિયન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એન્ડ હેપાટોલોજી અનુસાર બ્રોકલી ખાવામાં તો આરોગ્યપ્રદ છે. પરંતુ તેનું જ્યુસ બિલકુલ ન પીવું જોઇએ. તેનાથી લીવરમાં ટોક્સિક પદાર્થો જમા થાય છે.

Related posts

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu

Masik Shivratri / 11 ડિસેમ્બરે સોમવાર અને માસિક શિવરાત્રીનો શુભ સંયોગ, જાણો પૂજા પદ્ધતિ, મંત્ર, આરતી સહિતની સંપૂર્ણ વિગતો

Nakulsinh Gohil
GSTV