GSTV

આખો દિવસ બસ ઉંઘ જ આવ્યા કરે છે? તમને ક્યાંક આ બિમારી તો નથી થઈ ગઈને? જાણો શું છે લક્ષણો

બિમારી

Last Updated on August 9, 2020 by Arohi

જો તમે કોઇ કારણસર રાત્રે થોડીક જ ઊંઘ પૂરી કરી શક્યા હોય તો બીજા દિવસે ઊંઘ આવવી સ્વાભાવિક છે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ દરરોજ પૂરી કરવી જોઇએ. કારણ કે ભરપૂર ઊંઘ ન લેવી તે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. પરંતુ ઘણા બધા લોકોને હંમેશા ઊંઘ આવતી રહે છે. આ લોકો સ્લીપિંગ ડિસઑર્ડનો શિકાર બની શકે છે. જો તમને પણ કંઇક આ પ્રકારની સમસ્યા હોય તો જાણો તેના કારણ અને ઉપચાર વિશે…

હંમેશા ઊંઘ કેમ આવે છે?

બિમારી

એક માહિતી અનુસાર ઓછી ઊંઘ આવવાની સમસ્યાને અનિન્દ્રા અથવા ઇન્સોમ્નિયા (Insomnia) કહેવામાં આવે છે. પરંતુ જો વધારે ઊંઘ આવવા લાગે છે તો તેને હાઇપરસોમનિયા (Hypersomnia) કહેવામાં આવે છે. આ ઊંઘ સાથે સંકળાયેલ એક કૉમન ડિસઑર્ડર છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે લગભગ 20 ટકા યંગસ્ટર્સ પર્યાપ્ત ઊંઘ લઇ શકતા નથી. તેના કારણે તેમનામાં ડિસઑર્ડર જોવા મળે છે. 

અનિંદ્રા અથવા ઇન્સોમ્નિયા પણ વધુ ઊંઘ આવવાનું કારણ બની શકે છે. આ ઉપરાંત વધુ ઊંઘ આવવા માટેના બીજા ઘણા કારણો જવાબદાર છે જેમ કે…

 • પર્યાપ્ત ઊંઘ ન લેવી
 • દવા, દારૂ અથવા સિગરેટનો ઉપયોગ
 • ફિઝિકલ એક્ટિવિટીમાં અભાવ
 • ડિપ્રેશન
 • દિવસભર સુસ્તી રહેવી
 • સ્લીપ એપનિયા
 • વધુ ઊંઘ આવવાના લક્ષણો
 • તમને સવારે ઉઠવામાં મુશ્કેલી પડે છે.
 • ઉઠ્યા પછી પણ મોટેભાગે ઊંઘ આવતી હોય છે.
 • તમારી ઊંઘ પૂરી નથી થતી.
 • દિવસ દરમિયાન કામ કરતી વખતે પણ જપકું આવી જાય છે.
 • દિવસમાં કામ કરતી વખતે થાક લાગે છે.
 • કોઇ પણ વસ્તુ પર ફોક્સ કરી શકતા નથી.
 • હંમેશા શરીરમાં સુસ્તી રહ્યા કરે છે.
 • પહેલાની સરખામણીએ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થયો છે.
 • હંમેશા મન ચિડચિડ્યું રહે છે.
બિમારી

જો તમને આમાંથી કોઇ પણ લક્ષણ છે તો શક્ય છે કે તમે પણ વધુ ઊંઘ આવવાની સમસ્યા અથવા હાઇપરસોમનિયા ડિસઑર્ડરથી પીડિત છો. તેના માટે તમારે ડૉક્ટરનો પણ સંપર્ક કરી શકો છો.

વધુ ઊંઘ આવવાથી આ રીતે બચો

હાઇપરસોમનિયા ડિસઑર્ડરથી બચવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી જરૂરી છે. જો તમે પર્યાપ્ત અને વ્યસ્થિત ઊંઘ લો છો તો તમે આ સમસ્યાથી બચી શકો છો.

1. પૉલીસોમ્નોગ્રાફી ટેસ્ટ : આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના મસ્તિષ્કના તરંગો, ઑક્સિજનનું લેવલ અને ઊંઘ દરમિયાન શરીરની મૂવમેન્ટ અને સ્લીપ સાઇકલને રેકોર્ડ કરવામાં આવી શકે છે. તેનાથી કોઇ પણ પોતાની ઊંઘની ક્વોલિટી વિશે જાણી શકે છે. જો તમને વધુ ઊંઘ આવવાની સમસ્યા હોય તો આ ટેસ્ટ કરાવીને ડૉક્ટર પાસેથી સલાહ લઇ શકો છો.

2. હેલ્ધી અને બેલેન્સ ડાયેટ લો : રાત્રે હળવું ભોજન લો જેથી તમે ગાઢ નિંદ્રા લઇ શકો અને બીજા દિવસે ફ્રેશ ઊઠો. દિવસમાં હેલ્ધી ભોજન લો.

બિમારી

3. સૂતી વખતે હળવા કપડાં પહેરો : સૂતી વખતે તમારે હળવા કપડા પહેરવા જોઇએ. તેનાથી તમને ઊંઘ સારી આવશે અને બીજા દિવસે તમને થાક અને સુસ્તી લાગશે નહીં.

એક રિપોર્ટ અનુસાર સારી ઊંઘ લેવાથી તમારો મેન્ટલ પાવર અને અલર્ટનેસ વધે છે. આ સાથે જ હેલ્થ ઇશ્યૂઝમાં પણ ઘટાડો થાય છે. એટલા માટે દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો. તેનાથી તમારે હાઇપરસોમનિયા ડિસઑર્ડર જેવી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

Read Also

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!