GSTV

અર્થતંત્રમાં તેજી લાવવા કરાયું અનોખું સંશોધન, જેટલું વધુ ઉંઘશો તેટલું કમાશો વધુ

Last Updated on November 7, 2019 by

ઊંઘવાથી આપણને ઉર્જા મળતી હોવાની બાબત સૌ કોઈ જાણે છે. આરામ કર્યા બાદ શરીર અને મગજ નવી ઉર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે તમે દરેક રજા દરમિયાન મેળવેલી દરેક ઊંઘ પછી તમે કામ પર પાછા આવો છો ત્યારે તમને વધુ ઉર્જાનો અનુભવ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ઊંઘ પણ તમારા પગારથી સંબંધિત છે. ભૂતકાળમાં રિવ્યૂ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સમાં પ્રકાશિત એક સંશોધન મુજબ જ્યાં લોકો વધુ ઊંઘ મેળવે છે, ત્યાંના લોકો ઓછું ઊંઘનારા લોકોની તુલનાએ વધુ સેલેરી પણ મેળવે છે.

એવું પણ નથી કે, વધુ ઊંઘવાથી તમારી કંપની તમને મળતી સેલેરીમાં વધારો કરી દેશે. સંશોધન મુજબ, ઊંઘ કે આરામ ફક્ત કામને અસર કરતું નથી, પરંતુ કામ પણ તમારી ઊંઘ કેવી છે તે નક્કી કરે છે. વધુ કમાણી કરવા વધુ મહેનત કરનારાઓ ઓછું ઊંઘે છે. અથવા એવું પણ કહી શકાય કે, વધુ નાણાં કમાવવા માટે લોકો ઓછું ઊંઘે છે. કામના તનાવ પણ ઊંઘ ઓછી કરી નાખે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે ઓછું ઊંઘવાથી પણ તણાવ વધે છે, જેનાથી તમારા કામ પર અસર પડે છે. ઉદાહરણ તરીકે ઓછું ઊંઘતાં ડોકટરો દ્વારા ભૂલો થવાની શક્યતા વધુ હોય છે. બાળકોમાં એવું પણ જોવા મળ્યું હતું કે, થાકેલા વિદ્યાર્થીઓને ઓછા ગુણ મળે છે.

એવી પણ દલીલ કરવામાં આવે છે કે શાળાઓ મોડી શરૂ થતાં બાળકોને આરામ મળશે જેથી તેઓ પરીક્ષાઓમાં સારા અંક મેળવી શકશે. આ જ બાબત લોકોની કમાણી સાથે પણ સંબંધિત છે. સમય ઝોનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, જો એક કલાકથી પણ વધુ ઊંઘ મળી જાય તો આવકમાં એક ટકાનો વધારો થઈ શકે છે. તેના દૂરના પરિણામોમાં એવું જોવા મળ્યું હતું કે, કમાણી 5 ટકા સુધી પણ વધી શકે છે. સંશોધનકર્તા જેફરી શ્રેડરના જણાવ્યા મુજબ, તમારી આવકમાં 5 ટકાનો વધારો કરવા માટે તમારા સાથીઓની પણ ઊંઘ પુરી થવી જરૂરી છે. માત્ર એક વ્યક્તિને ઊંઘ મળવાથી કમાણી વધવાની નથી. કહેવાનો અર્થ એ છે કે, જો અર્થવ્યવસ્થાની ગતી વધારવી હોય તો તમામને થોડો આરામ પણ આપવો જોઈએ.

Read Also

Related posts

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

pratik shah

સરકારી નોકરી / હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી: 12મા પાસ પાસે સુવર્ણ તક, અહીં કરો અરજી

Zainul Ansari

આ બીમારીઓમાં ઉપયોગી છે સરગવાનો છોડ, ખેતી કરીને પણ કમાણી કરી શકે છે ખેડૂત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!