GSTV
Home » News » ભારતમાં એક એવી પણ કંપની છે, જે સુઈ રહેવાના દર મહિને લાખો રૂપિયા પગાર આપે છે !

ભારતમાં એક એવી પણ કંપની છે, જે સુઈ રહેવાના દર મહિને લાખો રૂપિયા પગાર આપે છે !

સુવાનું કોને ન ગમે ? પણ જો એવુ બને કે, તમારે મન મુકીને ઊંઘી રહેવાના તમને લાખો રૂપિયા પગાર પણ મળે. આ કંઈ મજાક નથી. બેંગલુરૂની એક સ્ટાર્ટઅપ કંપની Wakefit.coએ એક સ્લિપ ઈંટર્નશીપ પ્રોગામ શરૂ કર્યો છે. તેમણે લાખો લોકોમાંથી કુલ 23 ઈંટર્નની પસંદગી કરી છે, તેમાં પણ બેંગલુરૂના લોકોએ બાજી મારી લીધી છે.

બેંગલુરૂ સ્થિત આ કંપની Wakefit.coએ જણાવ્યું હતું કે, તેમની પાસે 1.7 લાખ લોકોની અરજી આવી હતી. જેમાંથી 23 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી આઠ બેંગલુરૂના હતા. જેમાં પણ આઠમાંથી પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓ હતી, જે 25થી 45 વર્ષની ઉંમર ધરાવે છે. આ તમામ લોકો આઈટી અને માર્કેટીંગ સેક્ટરમાં કામ કરે છે. ઉપરાંત બાકીના લોકો હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ અને દિલ્હીના છે. 10 ટકા લોકો વિદેશી છે, જે બ્રિટેન અને અમેરિકાના છે.

100 દિવસ સુધી મજાના ગાદલા પર સુઈ રહેવાનું

આ અનોખી સ્લીપ ઈંટર્નશીપમાં તેમને 100 દિવ સુધી એક ખાસ પ્રકારના ગાદલા પર સુવાનું છે. જેના માટે તેમને એક લાખ રૂપિયા પગાર આપવામાં આવશે. તેમના પર ટ્રેકર દ્વારા નજર રાખવામાં આવશે. આ લોકોને ઊંઘને સારામાં સારી બનાવવા માટે એકસપર્ટની પણ મદદ મળશે.

ઊંઘ પ્રત્યેના લગાવે નોકરી અપાવી

આ તમામ 23 લોકોને 1.7 લોકોમાંથી ઊંઘ પ્રત્યેના તેમના સમર્પણને ધ્યાને રાખી પસંદ કરવામાં આવ્યા છે. તેમને સાબિત કરવાનું હતું કે, તેઓ ઊંઘને ખૂબ પ્રમે કરે છે.

READ ALSO

Related posts

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah

મને મારી પિતરાઈ ભાભીની બહેન ખૂબ ગમે છે, એ પણ મને પસંદ કરે છે પણ…

Karan
Do NOT follow this link or you will be banned from the site!