GSTV

પીએમ મોદીએ પાકિસ્તાનની ભારે ઝાટકણી કાઢતાં ચીન બચાવમાં ઉતર્યું, કર્યા આ મામલે વખાણ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારીને ભારતમાં થનારો મોટો આતંકી હુમલો નાકામ કરી દીધો અને એ પછી પીએમ મોદીએ પાકિસ્તાનની ભારે ઝાટકણી કાઢી છે.  જોકે કાયમની જેમ હવે પાકિસ્તાનના બચાવમાં ચીન આવી ગયુ છે.

ચીન આંતરરાષ્ટ્રિય સ્તરે આતંકવાદ સામે પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કરે છે

ભારતે પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને તતડાવ્યા બાદ હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયાન ઝાઓએ કહ્યુ છે કે, ચીન આંતરરાષ્ટ્રિય સ્તરે આતંકવાદ સામે પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કરે છે અને આતંકીઓ સામે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સમર્થન આપે છે. ચાઈના અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને ખતમ કરવાના પ્રયત્નો સફળ નહીં થાય.

પાકિસ્તાન આતંકવાદ માટે બદનામ થયું છે ત્યારે ચીન તેના બચાવમાં ખુલીને આગળ આવતુ રહ્યું

પાકિસ્તાનને ચીન પોતાનું ગાઢ મિત્ર ગણાવે છે અને જ્યારે જ્યારે પાકિસ્તાન આતંકવાદ માટે બદનામ થયું છે ત્યારે ચીન તેના બચાવમાં ખુલીને આગળ આવતુ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ઘૂસેલા આતંકીઓ પાકિસ્તાને જ મોકલ્યા હતા અને તેમના હેન્ડલર પાકિસ્તાનમાં બેઠા બેઠા તેમની સાથે સંપર્કમાં હતા તેના પૂરાવા પણ ભારતને મળી ચુક્યા છે ત્યારે આ તમામ બાબતોને અવગણીને ચીન પાકિસ્તાનનો બચાવ જ નહી ઉલ્ટાનુ વખાણ કરી રહ્યુ છે. જેથી આંતરરાષ્ટ્રિય સ્તરે પાકિસ્તાન એકલું ના પડી જાય.

 ભારતમાં તબાહી મચાવવાના તેમના મનસૂબા પર પાણી ફરી વળ્યું

આ પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચાર આતંકીઓનું માર્યું જવું અને તેમની પાસેથી હથિયારોનો ઢગલો મળવો તે જ બતાવે છે કે, ભારતમાં તબાહી મચાવવાના તેમના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!