GSTV

સલમાને Race-3ના પહેલા શિડ્યુલનું શુટિંગ પૂરું કર્યુ, શેર કરી Photo

Last Updated on February 3, 2018 by Bansari

રેસ સિરિઝની ત્રીજી ફિલ્મના મુંબઇ શિડ્યુલનુંશુટિંગ પૂરું થઇ ગયું છે. ફિલ્મના ડાયરેક્ટર અને જાણીતા કોર્યોગ્રાફર રેમો ડિસુઝાએ ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી રહેલા સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસની એક તસવીર શેર કરી છે. તસવીરમાં સલમાનની પીઠ જોઇ શકાય છે, જ્યારે જેકલીનનો અડધો ચહેરો જોવા મળી રહ્યો છે. રેમોએ આ તસવીર શેર કરતાં કેપ્શન આપ્યું કે ‘મુંબઇ શિડ્યુલનું શુટિંગ પુરુ…રેસ-3’.

ફિલ્મ કિકમાં જેકલીન અને સલમાન એક સાથે જોવા ણલય્ હતાં અને હવે તેઓ રેસ-3માં રૂપેરી પડદે સાથે જોવા મળશે. 15 જૂને ઇદના અવસરે રેસ-3 થિયેટરોમાં રિલિઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન અને જેક્લીન ઉપરાંત બોબી દેઓલ અને ડેઇઝી શાહ મહત્વપૂર્ણ ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ રેસ સિરિઝની ત્રીજી કડી છે પરંતુ આ ફિલ્મની સ્ટોરી અગાઉની બંને ફિલ્મો કરતાં અલગ છે અને આ ફિલ્મમાં અગાઉની બંને ફિલ્મોના કલાકરો પણ જોવા નહી મળે.

ઉલ્લેખનીય છે કે રેમોએ પોતાના ડાયરેક્શન કરિયરની શરૂઆત ‘ફાલતૂ’નામની ફિલ્મ સાથે કર્યું હતું. તે પછી તેમની ફિલ્મ એબીસીડીને દર્શકોએખૂબ જ પસંદ કરી હતી. હવે રેમો રેસ-3 લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મ માટે બોબી દેઓલે પણ પોતાના ફિઝિક્સ પર ખૂબ જ મહેનત કરી છે.

Related posts

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

ATMથી કેશ ઉપાડવું થશે મોંઘુ, હવે લિમિટથી વધુ પૈસા કાઢવા પર લાગશે આટલો ચાર્જ

Damini Patel

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!