GSTV
Home » News » મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમમાં ટળી મોટી દૂર્ઘટના, ખાળકૂવાનો સ્લેબ તૂટ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમમાં ટળી મોટી દૂર્ઘટના, ખાળકૂવાનો સ્લેબ તૂટ્યો

અમદાવાદમાં બોડકદેવ ખાતે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે સીએમના કાર્યક્રમ સમયે મોટી દુર્ઘટના ટળી છે. રસોડામાં રહેલા ખાળકુવાનો સ્લેબ તૂટ્યો છે. અને સ્લેબ તૂટતા એક મજૂર ખાળકુવામાં પડ્યો હતો. આ મજૂરને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

શું હતો કાર્યક્રમ ?

અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ મુલાકાત લીધી હતી. ઉતરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીએ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી કરુણા અભિયાન વિષે માહિતી આપી.

રાજ્ય સરકાર દ્રારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું

સીએમ રૂપાણીએ જણાવ્યું કે ઉતરાયણ એ ગુજરાતનો અતિ મહત્વનો ઉત્સવ છે. ઉતરાયણમાં પતંગ અને દોરીનો વ્યાપક ઉપયોગ લાખ્ખો લોકો એક સપ્તાહ સુધી કરે છે. જેને લઈને અનેક અકસ્માતો સર્જાયો છે. ક્યાંક માણસોને નુકસાન પહોંચે છે તો ક્યાંક પક્ષીઓને, માણસોને તો હોસ્પિટલમાં સારવાર મળી રહે છે પરંતુ અબોલ પક્ષીઓને ઇજા થતા જલ્દી સારવાર મળી શક્તિ નથી. જેથી રાજ્ય સરકાર ધ્વરા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1962 હેલ્પલાઇનની સેવા શરૂ કરવામાં આવી છે. કરુણા અભિયાનમાં 8 હજાર લોકો જોડાયા છે.સાથે જ સીએમએ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ વિષે વાત કરી. તેમજ જણાવ્યું કે રેડ પાડી ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

READ ALSO

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!