GSTV

પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબુ: જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ જાણશો તો આંખો ફાટી જશે, 1000 રૂપિયે કિલો વેચાઇ રહી છે આ વસ્તુ

પાકિસ્તાન

Last Updated on October 23, 2021 by Bansari

પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોંઘવારીમાં ભારે ઉછાળો આવ્યો છે. તાજેતરમાં સરકારે લાગૂ કરેલી નવી નીતિઓને લીધે મોંઘવારી આકાશ આંબી રહી છે. દૈનિક જરૂરિયાતો અને વધતા જતા ઈંધણના ભાવને લીધે પાકિસ્તાનમાં રોકેટ ગતિએ મોંઘવારી વધી છે. શાકભાજી, દાળ, ઈંડાની કિંમતોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. પાકિસ્તાનમાં એક ઈંડાની કિંમત 30 રૂપિયા થયા છે. જ્યારે ખાંડ એક કિલોના 104 રૂપિયા, એક કિલો ઘઉંના 60 રૂપિયા, અદરક એક હજાર રૂપિયાનું કિલો વેચાઈ રહ્યું છે. 40 કિલો ઘઉંના 2,400 રૂપિયાથી વેચાણ થઈ રહ્યું છે.કારમી મોંઘવારીમાં પાકિસ્તાનની પ્રજા પીસાઈ રહી છે. જેથી આઉટ ઑફ કંટ્રોલ થતી મોંઘવારીને જોતા પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીએ સરકાર સામે રોડ પર ઉતરી છે. જેથી વિપક્ષ દ્વારા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષે વિરોધના આહવાન કર્યા બાદ કરાચી, લરકાના, લાહોર, મર્દન, જેકોબાબાદ, મિંગોરા અને પાકિસ્તાનના અન્ય શહેરોમાં લાખો પ્રદર્શનકારીઓ માર્ગો પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફે લોકોને વિરોધમાં સામેલ થવા અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ઈમરાન ખાન સરકારને વધુ આપવો એટલે પાકિસ્તાનની જનતાને વધુ પરેશાન કરવા સમાન છે.

પાકિસ્તાન

ઈમરાન ખાન ‘કટોરો’ લઈને સાઉદી અરેબિયા પહોંચ્યા

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો માટે બે સમયનુ ભોજન પણ મુશ્કેલ થઈ ગયુ છે. એવામાં વડા પ્રધાન ઈમરાન ખાન ફરીથી કટોરો લઈને સાઉદી અરબ પહોંચી ગયા છે. જોકે આમ તો અહીં તેમને એક સંમેલનમાં ભાગ લેવાનો છે પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારો અને કારોબારીઓને લોભાવવાનો છે. એફએટીએફે પાકિસ્તાનને પોતાની ગ્રે લિસ્ટમાંથી બહાર રાખ્યા છે. એવામાં તેમના માટે મદદના તમામ રસ્તા લગભગ બંધ થઈ ગયા છે.

શહેજાદે ઈમરાન ખાનને આમંત્રિત કર્યા છે

ઈમરાન ખાન 23થી 25 ઓક્ટોબર સુધી સાઉદી અરબના પ્રવાસે છે. તેઓ રિયાધમાં મિડલ ઈસ્ટ ગ્રીન ઈનીશિયેટિવ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે તથા સાઉદી નેતાઓ સાથે વાતચીત કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના નિવેદન અનુસાર શહેજાદે મોહમ્મદ બિન સલમાને વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રિત કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વડા પ્રધાનની સાથે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી અને કેબિનેટના અન્ય સદસ્યો સહિત એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હશે.

પાકિસ્તાન

કારોબારીઓ સાથે પણ કરશે મુલાકાત

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એમજીઆઈ સંમેલનમાં ઈમરાન ખાન જલવાયુ પરિવર્તનના કારણે વિકાસશીલ દેશોની સામે આવનારા પડકાર પર પોતાની દ્રષ્ટિ શેર કરશે અને પર્યાવરણ સંબંધી પડકારોના સમાધાનના અનુભવોને રેખાંકિત કરશે. આ પશ્ચિમ એશિયામાં આયોજિત થનારૂ આ પ્રકારનુ પહેલુ સંમેલન છે. આ સિવાય ઈમરાન ખાન પાકિસ્તાનમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને સાઉદી અરબના પ્રમુખ કારોબારીઓ સાથે વાતચીત કરશે.

ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે પાકિસ્તાન

સાઉદી અરબના પ્રવાસે પાકિસ્તાનને ઘણી આશા છે કેમ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે અને એફએટીએફની ગ્રે લિસ્ટમાં રાખવા જવાથી તેમની મુશ્કેલી વધવાનુ નક્કી છે. આ કારણે પાકને ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, વિશ્વ બેન્ક અને યુરોપીય સંઘ સાથે આર્થિક મદદ મળવાનુ અઘરૂ થઈ જશે. ત્યાં વિશ્વ બેન્કની એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનુ નામ સૌથી વધારે દેવુ લેનારા ટોપ-10 દેશોમાં સામેલ થઈ ગયુ છે. જૂનના આંકડા અનુસાર અત્યાર સુધી ઈમરાન સરકાર 442 મિલિયન ડોલરનુ દેવુ લઈ ચૂક્યા છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!