GSTV
Home » News » ત્વચાનું સૌંદર્ય સદાબહાર રાખવા કરો આ ફળનું સેવન, લાગશો 40ની વયે પણ યુવાન

ત્વચાનું સૌંદર્ય સદાબહાર રાખવા કરો આ ફળનું સેવન, લાગશો 40ની વયે પણ યુવાન

ત્વચાને યુવાન અને સુંદર બનાવવા માટે લોકો અનેક ઉપાયો કરે છે. લોકો એવા ખોરાક પણ લેવાનું શરૂ કરે છે જેનાથી તેની ત્વચાને લાભ થાય છે. આવું જ એક ફળ છે એપ્રિકોટ. એપ્રિકોટ ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને જરૂરી પોષક તત્વો પણ મળે છે. આ ફળ ખાવાથી તેમાં રહેલા તેલ ત્વચાની કોશિકાઓનું પુનનિર્માણ કરે છે. આ તેલ હળવું હોય છે અને તેમાં ચીકાશ હોતી નથી. એપ્રિકોટ વિટામિન એ, સી, ઈથી સમૃદ્ધ હોય છે જે ત્વચાને એંટી એજિંગ અને બ્યૂટી એજન્ટ તરીકે કામ કરે છે.

ફેસપેક

બે ચમચી મધ, એપ્રિકોટનો ગર બે ચમચી, બદામનું તેલ અડધી ચમચી, લીંબૂનો રસ અડધી ચમચી. આ તમામ વસ્તુઓ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો. આ ફેસપેકનો ઉપયોગ સપ્તાહમાં બેવાર કરવો.

એંટી એજિંગ ફેસપેક

એંટી એજિંગ ફેસપેક બનાવવા માટે ત્રણથી ચાર પાકેલા એપ્રિકોટનો ગર લેવો, તેમાં જૈતૂનનું તેલ અને લીંબૂનો રસ ઉમેરો. આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા પર કરચલિયો પડતી નથી.

એપ્રિકોટથી થતા લાભ

એપ્રિકોટ ખાવાથી વિટામિન સી, એ, ઈ વધારે પ્રમાણમાં હોય છે. જે ત્વચા માટે કારગર હોય છે. તે નવી કોશિકાઓના વિકાસમાં મદદ કરે છે. વિટામિન સી શક્તિશાળી એંટીઓક્સીડેંટ તરીકે કામ કરે છે.

એપ્રિકોટ ઓઈલ

વિટામિન સી અને એથી ભરપૂર હોય છે તેના કારણે આ તેલ સંવેદનશીલ ત્વચા માટે લાભકારી છે. તે ચેપથી બચાવે છે અને એંટીઓક્સીડેંટ ગુણથી સમૃદ્ધ હોય છે જે ત્વચાનો ચેપ મટાડે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

એપ્રિકોટ ઓઈલને એસેંશિયલ ઓઈલ સાથે ઉમેરી ત્વચાના ચેપ પર લગાવવું. સંક્રમિત ત્વચા માટે એપ્રિકોટનું તેલ ડોક્ટરની સલાહ લઈ ઉપયોગ કરવો.

Read Also

Related posts

ચંબા… ભારતની આ જગ્યાએ નહીં જાઓ, તો તમારા દરેક પ્રવાસ અનુભવ અધૂરા લાગશે

Bansari

ધડાધડ વજન ઘટી જશે, દિવસમાં 2 વાર પીવો આ ખાસ પાણી

Bansari

શું રોજ સહવાસ માણવાથી સ્ત્રીઓનું શરીર વધી જાય છે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!