GSTV

સુપ્રીમે બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો કર્યો રદ, કહ્યું-માનવામાં આવે તો હાથમાં મોજાં પહેરીને બળાત્કાર થવા લાગશે

Last Updated on November 19, 2021 by Damini Patel

પોક્સો કાયદા હેઠળ જાતીય સતામણી સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ‘સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ’ અંગેના ચૂકાદાને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને માનવામાં આવે તો હાથમાં મોજાં પહેરીને બળાત્કાર થવા લાગશે. હાઈકોર્ટના ચૂકાદાથી કાયદાનો મૂળ આશય જ માર્યો જાય છે. કાયદાનો ઉદ્દેશ્ય ગૂનેગારોને કાયદાની જાળથી બચવાની મંજૂરી આપવાનો હોઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ, મહારાષ્ટ્ર સરકાર અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ)ની અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ યુયુ લલિતના અધ્યક્ષપદે બેન્ચે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો રદ કરતા કહ્યું કે જાતીય સતામણીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત જાતીય ઈરાદો છે, બાળક સાથે સ્કીન-ટુ-સ્કીન સંપર્ક નહીં.

જસ્ટિસ બેલા ત્રિવેદીએ હાઈકોર્ટના ચૂકાદાને તર્કહીન ગણાવ્યો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણમાં આ અંગે સ્પષ્ટ ઈરાદો વ્યક્ત કરાયો છે ત્યારે અદાલતો જોગવાઈમાં અસ્પષ્ટતા પેદા કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ હાઈકોર્ટના ચૂકાદાને તર્કહીન ગણાવતા કહ્યું કે, પોક્સો કાયદા હેઠળ ગૂનો માનવા માટે ફિઝિકલ અથવા સ્કિન કોન્ટેક્ટની શરત રાખવી હાસ્યાસ્પદ છે. આ કાયદાનો આશય બાળકોને જાતીય ગૂનાઓથી બચાવવાનો છે. કોર્ટે કહ્યું કે આ ચૂકાદો માનવામાં આવે તો હાથમાં મોજાં પહેરીને બળાત્કાર કરનારા લોકો ગૂનાથી બચી જશે. આમ થતાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાશે. બેન્ચે જણાવ્યું કે નિયમો એવા હોવા જોઈએ જે કાયદાને મજબૂત કરે, તેનો આશય જ ખતમ કરી દે તેવા ના હોવા જોઈએ.

સગીરાના શરીરને સ્પર્શવાના અને તેને હાથ લગાવવાના એક પ્રકરણમાં આરોપીને દોષિત ઠેરવી સર્વોચ્ચ અદાલતે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ ચૂકાદો આપતા સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ‘ભલે ત્વચાને સ્પર્શ ન પણ થયો હોવ તેમ છતાં આવું કૃત્ય જ અત્યંત ખેદજનક છે.

પિતા

સુપ્રીમે બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો કર્યો રદ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ કહ્યું હતું કે ‘પુરુષે સગીરાના કપડાં કાઢ્યા ન હોવાથી અને સગીરાના સ્તનને કપડાં ઉપરથી જ સ્પર્શ કર્યો હોવાથી સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થયો નથી. તેથી તેને પોક્સો કાયદા હેઠળ આ ગુનાને જાતીય અત્યાચાર કહી શકાય નહીં. પુરુષનું આ કૃત્ય આઈપીસીની કલમ ૩૫૪ અનુસાર ‘મહિલાના વિનયભંગ’ના ગુના હેઠળ આવે છે. આ કેસમાં નીચલી અદાલતે પોક્સો હેઠળ આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે હાઈકોર્ટે આ મામલે પોક્સો હેઠળ સેક્સ્યુઅલ એસોક્ટ ન થતો હોવાનું માની આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ છેડતી નો કેસ માન્યો હતો. જોકે, આ ચૂકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૭મી જાન્યુઆરીએ હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપી દીધો હતો.

Read Also

Related posts

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk

પૂર્વ DGPની હેટ સ્પીચ / સિદ્ધુના સલાહકારે હિન્દુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!