GSTV

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Last Updated on September 24, 2021 by Zainul Ansari

ચહેરાની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે કેળાની છાલથી બેસ્ટ કોઈ જ વસ્તુ નથી. કેળા ના તો મોંઘા છે કે ના તો તેમાં રસાયણો હોય છે કે, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે. આ એક સરળ ઘરેલુ ઉપચાર છે કે, જે તમારી ત્વચાને રિપેર કરીને તેને ચમકદાર બનાવે છે. તેમા પુષ્કળ માત્રામાં વિટામીન-A, વિટામિન-B, વિટામિન-C, વિટામિન-E, પોટેશિયમ, ઝીંક, આયર્ન અને મેંગેનીઝ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચા પરથી ખીલને દૂર કરવાનુ અને તમારી ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે અને તેને નરમ બનાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે કેળાની છાલનું ફેસપેક કેવી રીતે તૈયાર કરવું? અને તેનાથી કેવા-કેવા ફાયદા મળે છે? તેના વિશે માહિતી મેળવીએ.

ચહેરા

કેળાની છાલથી ફેસપેક બનાવવાની પદ્ધતિ જેટલી સરળ છે તેટલી જ અસરકારક પણ છે. આ ફેસપેક લગાવ્યા પછી તમે તમારી ત્વચામાં એક અલગ જ પ્રકારનો ફરક અનુભવશો. સૌથી પહેલા તો કેળાની છાલને બારીક કાપીને મિક્સર જારમાં ક્રશ કરી નાખો. ત્યારબાદ પાકેલા કેળાના બે ટુકડા, 2 ચમચી દૂધ, 1 ચમચી મધ લઇ લો અને આ બધી જ વસ્તુઓને મિક્સરમાં પીસીને તેની એક પેસ્ટ તૈયાર કરો.

આ તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેને ફ્રિજમાં 10 મિનિટ સુધી રાખો અને ફેસ વોશનો ઉપયોગ કરીને તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કરી લો. હવે આ તૈયાર કરેલી પેસ્ટને તમારા ચહેરા અને ડોક પર 20 થી 25 મિનિટ સુધી લગાવી રાખો. એકવાર આ પેક સુકાઈ જાય ત્યારે તેને ભીના નેપકિનની મદદથી સાફ કરી લો અથવા ત્યારબાદ તમારું ફેસ તાજા પાણીથી ધોઈ લો.

ચહેરા

કેળાની છાલથી બનેલો આ ફેસપેક કોઈપણ પ્રકારની ત્વચા માટે પરફેક્ટ છે પછી ભલે તમારી ત્વચા તૈલીય હોય કે શુષ્ક. જો તમે અઠવાડિયામાં ત્રણવાર આ ફેસપેક લગાવો છો તો 50 વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા યુવાન રહેશે કારણકે, કેળાની છાલમાં જોવા મળતા સૂક્ષ્મ પોષકતત્વો જેમકે, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઈબર તમારી ત્વચાના કોષોને ભરપૂર પોષણ આપે છે. જો તમે અઠવાડિયામાં 3 વખત આ ફેસપેક લગાવો છો તો 50 વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા યુવાન રહેશે.

જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અથવા તમે મેનોપોઝમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા માટે કેળાની છાલમાંથી બનાવેલ આ ફેસપેક ખુબ જ ઉપયોગી સાબિત થશે કારણકે, આ સમય દરમિયાન તમારા શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા હોય છે, જેના કારણે ઉંમરની અસર ત્વચા પર દેખાવા લાગે છે. જ્યારે કેળાની છાલમાંથી બનાવેલ આ ફેસપેક તમારા ચહેરા પર દેખાતા ડાર્ક સર્કલ, ફાઇન લાઇન્સ, કરચલીઓ અને પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરીને ત્વચાને યુવાન બનાવી રાખે છે.

Read Also

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!