GSTV
Home » News » માત્ર 1 કલાકમાં 10 હજાર રૂપિયા કમાવાની અદ્ભૂત તકનો ઉઠાવો લાભ, જાણો શું છે પ્રોસેસ

માત્ર 1 કલાકમાં 10 હજાર રૂપિયા કમાવાની અદ્ભૂત તકનો ઉઠાવો લાભ, જાણો શું છે પ્રોસેસ

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તે ઓછા સમયમાં વધારેમાં વધારે પૈસા કમાય. ઘણાં લોકોને 9થી 5ની ઓફિસવાળી નોકરીમાં કંટાળો આવતો હોય છે. તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની સૌથી મોટી શિક્ષણ સંસ્થાન એટલે કે IITના ઘણાં વિદ્યાર્થીઓનું નોકરીમાં મન નહીં પણ સ્ટાર્ટઅપ બાજુ વધારે વધી રહ્યું છે. એવામાં તમે ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માગો છો તો હેરાન ન થાવ.

અમે તમને એવી જ નોકરી બતાવીશું જેમાં માત્ર એક કલાક કામ કરવાના 10,000 રૂપિયા મળશે. ડેટા માઈનિંગ, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ અને ક્લાઉડ સિક્યોરિટીની માગ દિવસેને દિવસે વધતી જાય છે. આખી દુનિયામાં ઝડપથી આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સની માગ વધી રહી છે. એટલે આ સેક્ટરમાં ટીચર્સની માગ પણ વધી રહી છે. ઘણી કંપનીઓ તેના કર્મચારીઓ આ સ્કિલ્સની ટ્રેનિંગ આપવા માગે છે. આ વધતી માગના કારણે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સની ટ્રેનિંગ આપવા માટે 50,000 રૂપિયાથી લઈ 7 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે.

શું કરવાનું રહેશે?

તેના લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કંપનીઓ એવા ટીચર્સને ઓછા સમયગાળા માટે હાયર કરે છે. તેમાં ખાસ કરીને એવા લોકો હોય છે, જેમણે પહેલા આ ક્ષેત્રમાં કામ કર્યું છે અથવા આ થિયરીની પૂરેપૂરી જાણકારી છે. આમ આ પ્રકારની સ્કિલ્સને શીખવા માટે 30-60 કલાકની જરૂર હશે. તેમાં થ્યોરી અને પ્રેક્ટિક્લ, બંનેની ટ્રેનિંગ આપવામાં આવશે.

તેમાં શું છે ભવિષ્ય?

આઈટી, ઈ-કોમર્સ, બેંકિંગ, એફએમસીજી અને ઈ-લર્નિંગની કંપનીઓ આ પ્રકારે લોકોનું હાયરિંગ કરશે. હાજર સમયમાં એવામાં લોકોની કુલ સપ્લાઈ લગભગ 10 હજાર છે, જ્યારે 10 લાખ લોકોની માગ છે. અન્ય પ્રોફેશનલ્સની જેમ આ ઈંસ્ટ્રક્ટરને પણ તમારે સતત અપડેટ કરવાનું રહેશે અને દુનિયાભરના બઝાર પર નજર રાખવાની રહેશે. કેટલીક કોડિંગ ટેકનિક અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે ઈંડિયામાં હજુ ચે પણ નહીં. તેની પણ જાણકારી હોવી જરૂરી હોય છે.

Read Also

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!