GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

USAમાં રહેતા પુત્રએ દોઢ વર્ષથી માતા સાથે ન કરી હતી વાત, આવીને જોયું તો મળ્યું હાડપિંજર

માયાનગરી મુંબઇના પૉશ વિસ્તાર લોખંડવાલાના વેલ્સકૉડ ટાવરની દસમા માળ પર સ્થિત એક બંધ ફ્લેટમાં રવિવારે 63 વર્ષીય મહિલાનું હાડપિંજર મળતા સનસની મચી ગઇ છે. પોલીસે જણાવ્યુ કે, મહિલાનો દિકરો જ્યારે 1.5 વર્ષ પછી જ્યારે રવિવારે બપોર ભારત પાછો આવ્યો ત્યારે તેની માતાનો ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો, જેને તોડ્યા બાદ અંદર જતા તેણે તેની માતાનું હાડપિંજર પલંગ પર જોયુ. મહિલાનું નામ આશા સાહની રૂપમાં થઇ છે, જેનો દિકરો રિતુરાજ સાહની USAમાં IT એન્જિનિયર છે. તે પોતાના પરિવારની સાથે અમેરિકામાં રહે છે.

પતિની મૃત્યુ 2013માં થયુ હતુ:
આશાના પતિ કેદાર સાહનીની મૃત્યુ 2013માં થયુ હતુ. ઘટનાની જાણકારી મહિલાના દિકરાએ પોલીસને આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી મહિલાના હાડપિંજર પંચનામું કરીને પોસ્ટમૉટર્મ માટે ગોરેગાંવ સ્થિત સિદ્ઘાર્થ હોસ્પિટલમાં મોકલી દીધુ. રિતુરાજ શનિવારે અમેરિકાથી ભારત આવ્યો હતો. કહેવાઇ રહ્યુ છે કે આશાએ છેલ્લા 1.5 વર્ષ પહેલા છેલ્લી વખત પોતાના દિકરા સાથે વાત કરી હતી. આશાના વેલ્સકૉડ ટાવરમાં 2 ફ્લેટ છે, જેની કિંમત લગભગ 5-6 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

હજુ મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી:
પોલીસ અનુસાર, આશાનું હાડપિંજર જે ફ્લેટમાંથી મળી આવ્યુ છે, તેનો દરવાજો અંદરથી બંધ હતો. માનવામાં આવી રહ્યુ છે, મહિલાએ આત્મહત્યા કરી હશે,પરંતુ પોસ્ટમૉટર્મ રિપોર્ટ આવ્યા પછી આ વાત સ્પષ્ટ થશે, જોકે પોલીલ હત્યા છે કે આત્મહત્યા, બંને રીતથી મામલાની તપાસ કરી રહી છે.

વુદ્ઘાશ્રમ જવાની કહી હતી વાત:
પોલીસ અનુસાર, આશાએ એપ્રિલ 2016માં છેલ્લી વખત દિકરાને અમેરિકા કૉલ કરી કહ્યુ હતુ, તે એકલા જીવવા નથી ઇચ્છતી, વુદ્ઘાશ્રમ જવા ઇચ્છે છે.

Related posts

મોદી સરકારને લપડાક, RBI ના ગર્વનરે સ્વીકાર્યું કે 100 વર્ષમાં અર્થતંત્રની સૌથી ગંભીર સ્થિતિ

pratik shah

કોરોનાનો ડર લાગે છે તો આ વીમો લઈ લો : ખર્ચની ચિંતા છોડો, સાવ સસ્તું પ્રીમિયમ 447 થી શરૂ કરીને આટલા સુધી આવરી લેવાશે

Dilip Patel

શું ‘લગાન’ અભિનેત્રી ગ્રેસી સિંહ પણ નેપોટિઝમનો શિકાર બની હતી ?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!