GSTV
Gujarat Government Advertisement

વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?

સાબરકાંઠા જિલ્લાના વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો આખરે પોલીસ પહેરામાં નીકળ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી.

Gujarat Government Advertisement
વડાલી

વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગે પરિવારે ગામના ચોકમાં વરઘોડો નિકાળવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણની માગ કરી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મોટો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં એક ડીવાયએસપી, બે પીઆઇ,પાંચ પીએસઆઇ, મહિલા પોલીસ સહીત ૮૦ જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા.

આખુય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ પહેરા સાથે લગ્નનો વરઘોડો ઘરેથી નીકળી ગામની શેરીઓમાં ફરી ગામના ચોકમાં ફર્યો હતો. પરિવારજનો અને મિત્રો ગરબે ઘૂમ્યા હતા. હાલ તો પોલીસ પહેરામાં વડાલીના ભજપુરામાં વરઘોડો પૂર્ણ થયો છે પરંતુ આવનારા દિવસોમાં પરિવાર ધ્વારા  કરાયેલા આ પ્રયાસને લઈને સુધારો આવશે કે કેમ તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!