GSTV

ઓહો! સરકારે 8.5 કરોડ લોકોના ખાતામાં નાખ્યા 17 હજાર કરોડ, તમને મળ્યા? આ રીતે કરો ચેક!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રૂપિયાની પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો છઠ્ઠો હપ્તો જાહેર કરી દીધો છે. આ હપ્તો તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવ્યો છે. 805 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયાની રકમ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમ હેઠળ અત્યાર સુધી દેશના 10 કરોડ, 31 લાખ, 71 હજાર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં મદદ મોકલવામાં આવી છે. લગભગ 75 હજાર કરોડ રૂપિયાની સીધી સહાયતા આપવામાં આવી ચૂકી છે. જેથી નાના ખેડૂતોને ખેતીમાં સહાયતા મળી શકે. આ સ્કીમની અનૌપચારિક શરૂઆત 1 ડિસેમ્બર 2018ને થઈ હતી. આ યોજના Covid-19 મહામારી દરમિયાન ખેડૂતોને મોટો સહારો બનીને ઉભરી છે. લોકડાઉનમાં જ લગભગ 20 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.

આ રીતે ચેક કરો બેલેન્સ

બેલેન્સ ચેક કરવા માટે તમે વેબસાઈટ pmkisan.gov.in થી જોડાયેલા રહી શકે છે. તે સાથે જ મોબાઈલ એપની મદદથી ખુદને અપડેટ પણ રાખી શકે છે. આ એપને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં હપ્તાનું સ્ટેટસ પણ જાણી શકાય છે.

ખાતામાં નથી આવ્યા પૈસા તો શું કરે

જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો, તમે તમાપા લેખપાલ, કાનૂનગો અને જિલ્લા કૃષિ અધિકારીથી સંપર્ક કરી શકો છો. તે સિવાય જો તેના પર વાત ન બને તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની હેલ્પલાઈન નંબરની મદદથી લઈ શકો છો. તમને PM-Kisan Helpline 155261 અથવા ટોલ ફ્રી 1800115526 નંબર પર સંપર્ક કરી શકે છે. તે સિવાય તમે મંત્રાલયના આ નંબર (011-23381092) થી પણ સંપર્ક કરી શકો છો.

આ રીતે કરાવો રજિસ્ટ્રેશન

PM Kisan માં રજિસ્ટ્રેશન માટે પાસેના કોમન સર્વિસ સેન્ટર (CSC)પર જવુ પડશે. જો તમે આ એપને ડાઉનલોડ કરી લીધી છે તો ઘરે બેઠા જ આ કામ સરળતાથી પતાવી શકાય છે. આ એપ થકી યોજના સાથે જોડાયેલ જરૂરી શરતો વિશે સરળતાથી જાણી શકાય છે.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન ન અટક્યું તો મંત્રી બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર થશે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva

એકાઉન્ટને પર્સનલાઈજ્ડ ટચ આપવા Gmail પર મલ્ટીપલ ઈ-મેલ સિગ્નેચર ફીચરનો કરો વપરાશ, અહીંયા જાણો રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!