GSTV
News World ટોપ સ્ટોરી

સુપરપાવરનું સુરસૂરિયું : યુક્રેનમાં મરાયા છે રશિયાના 16 લશ્કરી કમાન્ડરો, પુતિનની સૈન્ય શક્તિ શંકાના દાયરામાં

રશિયા

એવો આખા જગતમાં ખ્યાલ છે કે રશિયા સૈન્ય-સંરક્ષણની બાબતમાં સુપરપાવર છે. બીજા કોઈ કિસ્સામાં હોય કે ન હોય પણ યુક્રેન સાથે સરખામણી કરીએ તો રશિયા ઘણું શક્તિશાળી છે. પરંતુ રશિયાની એ શક્તિઓ યુક્રેનમાં કામ આવતી લાગતી નથી. ઉલટાનું રશિયાને વધારે નુકસાન થઈ રહ્યું છે. રશિયા દ્વારા ખાસ વિગતો જાહેર કરવામાં આવતી નથી. પરંતુ એટલી માહિતી જરૃર બહાર આવી છે કે અત્યાર સુધીમાં યુક્રેન વોરમાં રશિયાના 16 ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓ, કમાન્ડરો માર્યા ગયા છે. યુક્રેનના દાવા મુજબ તો રશિયાના 15 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે. પરંતુ સૈનિકોની મૃત્યુ સંખ્યા કદાચ રશિયા માટે ચિંતાનો વિષય નહીં હોય. પરંતુ સૈનિકોનું સંચાલન કરતા કમાન્ડર, જનરલ વગેરેના મોત થઈ રહ્યા છે. કોઈ પણ સેના માટે સૈનિકનું મોત એ મોટી ખોટ હોય છે. પણ એમાંય જો કમાન્ડિંગ ઓફિસર મૃત્યુ પામે તો ખોટ વધુ મોટી ગણાય. એટલું જ નહીં કમાન્ડિંગ ઓફિસરનું મોત થાય તેનાથી રણનીતિ નબળી હોવાનું પણ પુરવાર થાય છે.

રશિયા

24મી ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું હતું. એક મહિનો થયો છે. દર બે દિવસે રશિયાએ એક કમાન્ડિંગ અધિકોરી ગુમાવ્યો છે. લેટેસ્ટ મોત કર્નલ એલેક્સી શારોવનું થયું છે. મળતી માહિતી પ્રમાણે મારિયોપુલના યુદ્ધમાં તેમને ગોળી વાગી હતી. અત્યાર સુધી રશિયાએ કેટલાક અધિકારીના મોતની વિગતો જાહેર કરી છે. બીજી કેટલીક વિગતો યુક્રેને જાહેર કરી છે. એ પ્રમાણેના નામ આ મુજબ છે..

 1. કર્નલ એલેક્સી શારોવ
 2. મેજર જનરલ વિટાલી ગેરાસિમોવ
 3. મેજર જનરલ આન્દ્રેઈ કોલ્નિશ્કોવ
 4. મેજર જનરલ આન્દ્રેય સુખોવેત્સકી
 5. મેજર જનરલ ઓલેગ મિત્યેવ
 6. લેફ્ટનન્ટ જનરલ આન્દ્રેઈ મોર્દવિચેવ
 7. લેફ્ટનન્ટ જનરલ દેમિત્રી સાફ્રોનોવ
 8. લેફ્ટનન્ટ કર્નલ ડેનિસ ગ્લેબોવ
 9. ગાર્ડ કર્નલ કોન્સટાનટિન ઝિઝેવ્સ્કી
 10. ગાર્ડ લેફ્ટનન્ટ કર્નલ યુરી આગ્રાકોવ
 11. કર્નલ આન્દ્રેઈ ઝાખરોવ
 12. કર્નલ સર્ગેઈ પોરોખ્નીઆ
 13. કર્નલ સર્ગેઈ સુખારેવ
 14. જર્નલ મોગોમેડ તુશેવ
 15. ગાર્ડ કર્નલ વ્લાદિમીર ઝોગા
 16. કેપ્ટન આન્દ્રે પાલીયી

આ મોતની વિગતો રશિયાની સૈન્ય શક્તિ ઉપરાંત રણનીતિને પણ શંકાના દાયરામાં મુકે છે. રશિયાને બીજા, પહેલા વિશ્વયુદ્ધ ઉપરાંત બીજા ઘણા નાનામોટા જંગ લડવાનો અનુભવ છે. યુક્રેન પાસે એવો કોઈ અનુભવ નથી. રશિયા જગતનું મોટું શસ્ત્ર ઉત્પાદક રાષ્ટ્ર છે. 2016થી 2020 વચ્ચે રશિયાએ 45 દેશોને 28 અબજ ડોલરના શસ્ત્રો વેચ્યા હતા. અમેરિકા પછી જગતમાં સૌથી મોટું શસ્ત્ર નિકાસકાર રાષ્ટ્ર રશિયા છે. તો પછી રશિયા યુક્રેનમાં કેમ માર ખાઈ રહ્યું છે? રશિયાના મહાસત્તાપદની હવા નીકળી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV