GSTV

સિક્સર ક્વીન: હરમનપ્રીતે માર્યો મહિલા વિશ્વ કપનો સૌથી લાંબો છગ્ગો

Last Updated on March 5, 2019 by Karan

વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલા મહિલા વિશ્વ કપ દરમ્યાન થોડા દિવસો પહેલા ભારતની મેચ ઓસ્ટ્રેલિયા સાથે હતી. ભારતીય ટીમ તરફથી ભલે તાબડતોબ 83 રન બનાવીને સ્મૃતિ મંધાના પૂર્વ મેચમાં છવાઈ ગઈ. પરંતુ મેચ દરમ્યાન બીજી એક ઘટના પણ પ્રશંસાને પાત્ર રહીં, જેણે સમગ્ર ક્રિકેટ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કર્યુ. મહિલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ કામ કર્યુ. હરમનપ્રીતે 46 રનની આક્રમક ઈનિંગ દરમ્યાન 2 છગ્ગા ફટકાર્યા હતાં. જેમાં એક છગ્ગો તો ટુર્નામેન્ટના સૌથી લાંબા છગ્ગામાં સામેલ થયો છે.

હરમનપ્રીતે વિશ્વ કપમાં અત્યાર સુધી 12 છગ્ગા લગાવ્યા છે. સીરીઝની પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડની સામે તેમણે તોફાની સદી ફટકારીને ભારતીય મહિલા ટીમનું અસ્તિત્વ બરકાર રાખ્યુ હતું. 103 રનની ઈનિંગ દરમ્યાન હરમનપ્રીતે ફક્ત 51 બોલ રમ્યા હતાં. જેમાં તેણે 8 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતાં. એટલું જ નહીં, હરમનપ્રીતની છગ્ગાની સરેરાશ લંબાઈ જોવામાં આવે તો તેઓ અન્ય બેટ્સમેનો પર ભારે પડી રહીં છે. વિશ્વ કપમાં તેના છગ્ગાની સરેરાશ લંબાઈ 77 મીટર સુધી છે. જ્યારે બાકી કોઈ પણ ક્રિકેટર સરેરાશ 71 મીટર સુધી જ છગ્ગા મારી શક્યા છે. વિશ્વ કપમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ પહેલા વેસ્ટ ઈન્ડીઝની ડેન્ડ્રાના નામે હતો. ડેન્ડ્રાએ 2010માં 9 છગ્ગા લગાવ્યા હતાં.

મહત્વનું છે કે, વિશ્વ કપ દરમ્યાન ભારતીય ટીમે પોતાની પહેલા 4 મેચ જીતી છે. આ જીતમાં 29 વર્ષની ભારતીય કેપ્ટન હરમનપ્રીતનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. હરમનપ્રીતે અત્યાર સુધી 92 ટી-20 રમી છે. જેમાં તેમના નામે 1870 રન નોંધાયેલા છે. તેણે 1 સદી અને 6 અર્ધસદી ફટકારી છે. હરમનપ્રીત બોલિંગમાં પણ સક્રિય રહે છે. તેણીએ અત્યાર સુધી 25 વિકેટ પ્રાપ્ત કરી છે. મહત્વનું છે કે વન-ડે ક્રિકેટમાં હરમનપ્રીતના નામ પર અણનમ 171 રન બનાવવાનો પણ રેકોર્ડ છે.

READ ALSO

Related posts

જો Crypto currencyમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો તેના રિસ્ક અને ફાયદા

Damini Patel

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana

મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!