પૂજારાની “સિક્સર” : ઓસ્ટ્રેલિયા 151માં ઓલઆઉટ, ફોલોઓનનું જોખમ વધ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓનનું જોખમ વધી ગયું છે. ભારતે બીજા દિવસે 7 વિકેટ ગુમાવીને 443 રન બનાવીને બીજી ઈનિંગ શરૂ કરી હતી. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 રન બનાવ્યા હતા અને દિવસ પૂરો થઈ ગયો હતો. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત જોવા મળી હતી.ભારતે તેમની પહેલી ઈનિંગ 443/7ના સ્કોર પર જાહેર કરી દીધી હતી. આ પ્રમાણે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન બચાવવા માટે ઓછામાં ઓછા 243 રન બનાવવાના છે.

બુમરાહ બાદ જાડેજા ત્રાટક્યો

ઑસ્ટ્રેલિયન ટીમ કંઇ સમજે તે પહેલાં જ બુમરાહે માર્કસ હૈરિસ (22)ને આઉટ કરી બીજો ઝાટકો આપ્યો. હૈરિસનો કેચ ઇશાંતે કર્યો. થોડીક વાર પછી રવિન્દ્ર જાડેજા એ ઉસ્માન ખ્વાજાને આઉટ કરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટ પર 53 રન હતો. તેનો કેચ મયંકે કર્યો હતો. તેમણે 32 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રનની ઇનિંગ્સ રમ્યા. સામે આવેલા જાડેજાએ પોતાની ત્રીજી જ ઓવરમાં ભારતને સફળતા અપાવી.

લંચની ઠીક પહેલાં બુમરાહે શોન માર્શ (19)ને આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી. લંચ બાદ બુમરાહે ટ્રેવિસ હેડિને બોલ્ડ કરી દીધો હતો. તેની સાથે જ યજમાન ટીમનો સ્કોર 92/5 થઇ ગયો હતો. બુમરાહની આ ત્રીજી વિકેટ રહી. ટીમ ઇન્ડિયાનો આગળનો શિકાર મિશેલ માર્શ થયા. તેમણે રવિન્દ્ર જાડેજાને અજિંક્ય રહાણેના હાથે કેચ કરાવ્યો. માર્શ એ 36 બોલમાં 9 રન બનાવ્યા.

ભારતીય ઇનિંગ્સનું આકર્ષણ પૂજારા

ભારતીય ઇનિંગ્સનું આકર્ષણ પૂજારા (106)ની સદી તથા કેપ્ટન વિરાટ કોહલી (82), મયંક અગ્રવાલ (76) અને રોહિત શરમા (નોટ આઉટ 63)ની અડધી સદી રહી. પૂજારા અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 170 રનની ભાગીદારી કરી. ત્યારબાદ રોહિતે અંજિક્ય રહાણે (34)ની સાથે 62 અને ઋષભ પંત (39)ની સાથે 76 રનની બે મહત્વની ભાગીદારી કરી. પેટ કમિંસ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ બોલર્સ રહ્યો. તેમણે 72 રન આપી ત્રણ વિકેટ લીધી. મિશેલ સ્ટાર્કે 87 રન આપી 2, જ્યારે જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની 24 રનમાં પડી હતી પ્રથમ વિકેટ

ભારતના 443/7 સ્કોરની સરખામણીએ પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. ત્રીજા દિવસે ઈશાંત શર્માએ તેવી ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર એરોન ફિંચને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ફિંચ માત્ર 8 રન કરીને આઉટ થઈ ગયો. તે સમયે ટીમનો સ્કોર માત્ર 24 રન હતો. માર્ક્સ હેરિસે 12 રન કર્યા હતા અને બુમરાહે તેને આઉટ કરી દીધો. ઓસ્ટ્રેલિયન ટીમે લંચ પહેલાં ઉસ્માન ખ્વાજા અને શાન માર્શની વિરેટ પણ ગુમાવી હતી. લંચ પછી પણ ઓસ્ટ્રેલિયા ટીમની સ્થિતિ સારી નહતી દેખાતી. ટીમે 102 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter