GSTV
Home » News » મોદીના શપથગ્રહણ સમારંભમાં 6,000 લોકોને આમંત્રણ, દરબાર હોલ નહીં અહીં યોજાશે કાર્યક્રમ

મોદીના શપથગ્રહણ સમારંભમાં 6,000 લોકોને આમંત્રણ, દરબાર હોલ નહીં અહીં યોજાશે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 30 મેના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાવાનો છે ત્યારે સમારોહમાં ભાગ લેવા પાંચથી છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મહેમાનો હાજરી આપશે. વડાપ્રધાન મોદી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.

અગાઉ એવું મનાતું હતું કે ભાજપને જે પ્રચંડ વિજય મળ્યો છે એ જોતાં શપથસમારોહ ભવ્ય હશે પરંતુ જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિર્દેશો અનુસાર આ સમારોહ સાદગીપૂર્ણ અને ગરિમામય રહેશે. આ ચોથી વખત છે જ્યારે વડાપ્રધાનનો શપથગ્રહણ સમારોહ દરબાર હોલના સ્થાને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઇ રહ્યો છે. મહેમાનોની મોટી સંખ્યાને જોતાં સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. આમંત્રિત મહેમાનો માટે વેજ-નોનવેજ બંને પ્રકારના ભોજનની સગવડ ગોઠવવામાં આવશે.

આ શપથગ્રહણ સમારોહ 2014ના સમારોહ જેવો જ રહેશે. ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં ચાર હજાર મહેમાનોએ હાજરી આપી હતી.

Related posts

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

Mayur

ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સર હતુ

Riyaz Parmar

અસ્ત થયા અરૂણ: મોદી-શાહનાં સંકટમોચક અરૂણ જેટલીનું પાકિસ્તાન કનેક્શન કંઇક આવું હતું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!