GSTV

મહિલાઓની સુરક્ષાના ફક્ત દાવાઓ પણ સરકાર જ નથી ગંભીર, આ પૈસા વણવપરાયેલા પડી રહ્યા

દેશભરને હચમચાવી દેનારા નિર્ભયા દુષ્કર્મ કેસને 16મી ડિસેમ્બરે સાત વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાના કારણે તત્કાલિન કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કુલ 1649 કરોડનું ભંડોળ આપ્યું હતું. મહિલા સુરક્ષા અંગેના પગલાં લેવા આ ભંડોળનો ઉપયોગ કરવાની કેન્દ્ર તરફથી તાકીદ કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં રૂપિયા 1659 કરોડમાંથી કુલ રૂપિયા 147 કરોડનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્ર સહિતના છ રાજ્યોએ આ ફંડના એકપણ રૂપિયાનો ઉપયોગ હજુ સુધી કર્યો નથી.

કેન્દ્ર સરકારે મંજૂર કરેલા રૂપિયા 1649 કરોડમાંથી રૂપિયા 147 કરોડ જ વપરાયા હોવાનું હાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંસદમાં નિવેદન આપ્યું છે. કર્ણાટકને ફાળવવામાં આવેલા 191 કરોડ રૂપિયાના ભંડોળમાંથી 13.62 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો છે એટલે કે કર્ણાટકે સાત ટકા ભંડોળનો જ ઉપયોગ કર્યો છે. 

તમિલનાડુએ પણ ત્રણ ટકા એટલે કે 190.68 કરોડમાંથી 6 કરોડ રૂપિયાનો જ ઉપયોગ કર્યો છે. જ્યારે છ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશ મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને દમણ-દીવે કેન્દ્ર સરકાર તરફથી મળેલા ભંડોળનો ઉપયોગ કર્યો નથી. 

દિલ્હીને તમામ રાજ્યો અને કેન્દ્રસાશિત  પ્રદેશો પૈકી સૌથી વધુ એટલે કે 390 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 19.41 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાંઆવ્યો હોવાનું કેન્દ્ર સરકારનું નિવેદન છે. નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થીે થોડાં દિવસો પહેલાંઅપીલ કરી હતી કે વણવપરાયેલા નિર્ભયા ફંડની રકમનો ઉપયોગ દુષ્કર્મ પીડિતા અને સાક્ષીઓની સુરક્ષા માટે કરવામાં આવવો જોઇએ.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!