GSTV

અમેરિકાના ઇરાન પર વધુ એક હુમલામાં છ સૈનિકોનો ખાત્મો : જે ડ્રોનથી હુમલો કર્યો તે ભારત ખરીદવાનું છે

Last Updated on January 5, 2020 by Mayur

અમેરિકાએ શુક્રવારે ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રોક્સી વોર ફાટી નિકળવાનો ભય સેવાઈ રહ્યો છે તેવા સમયે અમેરિકાએ શનિવારે વહેલી સવારે ઈરાકમાં વધુ એક હવાઈ હુમલો કરી ઈરાન તરફી જૂથ હશદના છ સભ્યો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. ઈરાનના ટોચના જનરલ સુલેમાનીના મોત પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે તેવા સમયે અમેરિકા તેના વધુ ૩,૦૦૦ સૈનિકોને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે. કુર્દીશ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું શુક્રવારે બગદાદમાં અમેરિકાના હવાઈ હુમલામાં મોત નીપજ્યું હતું. ત્યાર પછી અમેરિકાએ મધ્ય-પૂર્વમાં તેના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે.

જોકે, ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તે પ્રદેશમાં યુદ્ધ ઈચ્છતા નથી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના એમ્બેસેડર માજિદ તખ્ત રવાન્ચિએ જણાવ્યું હતું કે સુલેમાનીની હત્યા અમેરિકા દ્વારા યુદ્ધ શરૂ કરવા સમાન હતી. અમેરિકાએ શનિવારે વહેલી સવારે બગદાદની ઉત્તરે તાજી રોડ પર ઈરાન તરફી ઇરાકી આૃર્ધલશ્કરી દળ હશદ-અલ શાબીના સભ્યોને નિશાન બનાવ્યા હતા.જોકે, હશદે દાવો કર્યો હતો કે આ હુમલામાં તેના કોઈ ટોચના કમાન્ડર માર્યા નથી ગયા. ઈરાકી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. જોકે, તેમણે ચોક્કસ આંકડો આપ્યો નહોતો. બીજીબાજુ અમેરિકન નેતૃત્વના સંયુક્ત દળોએ દાવો કર્યો હતો કે શનિવારના હુમલા પાછળ તેમનો કોઈ હાથ નથી.

અમેરિકાના ડ્રોન હુમલામાં બગદાદમાં શુક્રવારે માર્યા ગયેલા ઈરાની કુર્દીશ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાની અને ઈરાકની પેરામિલિટરી ફોર્સના નાયબ વડા અબુ મહદી અલ મુહંદિસ માટે શોક માર્ચ નિકળવાની હતી તેના કેટલાક કલાક પહેલા જ અમેરિકા બગદાદમાં વધુ એક હવાઈ હુમલો કર્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સિૃથતિ વચ્ચે આ હુમલો સૌથી નાટકીય ઘટનાક્રમ છે.ડ્રોન હુમલાના લગભગ ૨૪ ક્લાક પછી વધુ એક હુમલામાં ઈરાકી પેરા મિલિટરી ફોર્સ હશદ અલ શાબીના કાફલાને નિશાન બનાવાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે હશદ અલ શાબીના ત્રણમાંથી બે વાહનોમાં આગ લાગી હતી. હવાઈ હુમલામાં આ વાહનોમાં સવાર ૬ લોકો જીવતા સળગી ગયા હતા. આ હુમલો સૃથાનિક સમય મુજબ રાત્રે ૧.૧૨ વાગ્યે થયો હતો.

આ અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમનો દેશ ઈરાન સાથે યુદ્ધ શરૂ કરવા માગતો નથી, પરંતુ ઈસ્લામિક દેશ કોઈ જવાબી કાર્યવાહી કરશે તો અમેરિકા તેનો વળતો જવાબ આપવા માટે તૈયાર છે. ટ્રમ્પના આ નિવેદન વચ્ચે બગદાદમાં બીજો હુમલો કરાયો છે.દરમિયાન અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા કાસિમ સુલેમાનીને ઈરાને ઐતિહાસિક અંતિમ વિદાય આપી હતી. શનિવારે બગદાદના રસ્તાઓ પર સુલેમાનીનો જનાજો નિકળ્યો, જેમાં હજારો લોકો જોડાયા હતા.

ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામૈની પછી બીજા સૌથી શક્તિશાળી નેતાના અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ કાળા કપડાં પહેર્યા હતા અને તેમના હાથમાં ઈરાકી અને ઈરાન સમિર્થત મિલિશિયાના ઝંડા હતા. આ જુલુસમાં ઈરાનના અનેક શક્તિશાળી નેતા અને પ્રતિભાઓ હાજર રહ્યા હતા. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી મુજબ સુલેમાનીની એક શબયાત્રા રવિવારે સવારે તહેરાનમાં પણ યોજાશે,

આ દરમિયાન ઈસ્લામિક ક્રાંતિના નેતા ખામૈની એક પ્રાર્થના સભામાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવાયું છે કે ત્યાર પછી સુલેમાનીનું શબ તેમની જન્મભૂમિ કરમાન શહેરમાં દફનાવવા માટે લઈ જવાશે. ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીનું શબ ઈરાકની રાજધાની બગદાદ, નજફ અને કરબલા શહેરોમાં શવયાત્રા કાઢવામાં આવ્યા પછી તહેરાન પહોંચશે.

અમેરિકા મધ્ય-પૂર્વમાં વધુ ૩૦૦૦ સૈનિકો મોકલી રહ્યું છે

ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી દુનિયામાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાને કહ્યું કે તે તેના કમાન્ડરની મોતનો બદલો અમેરિકા પાસેથી લેશે. ઈરાનની ધમકીને ધ્યાનમાં લેતાં અમેરિકા મધ્ય-પૂર્વના દેશોમાં તેના વધુ ૩,૦૦૦ સૈનિકોને મોકલી રહ્યું છે. તેમના મારફત અમેરિકા અખાતના દેશોમાં તેની કિલ્લેબંધી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકન સંરક્ષણ અિધકારીનું કહેવું છે કે જે ૩૦૦૦ સૈનિકોને અખાતના દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે તે ૮૨મી એરબોર્ન ડિવિઝનના છે અને નોર્થ કેરોલિના સ્થિત ફોર્ટ બ્રેગ સાથે સંબંધ ધરાવે છે.

જોકે, પેન્ટાગોને હજી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ ૩,૦૦૦ સૈનિકો સિવાય અમેરિકાએ ૭૦૦ સૈનિકોને અગાઉ જ તાજેતરમાં કુવૈત મોકલ્યા હતા. ગયા સપ્તાહે ૭૦૦ સૈનિકોની નિયુક્તિ પહેલાં અમેરિકા મે મહિના સુધીમાં ૧૪,૦૦૦ સૈનિકોને મધ્ય-પૂર્વમાં મોકલી ચૂક્યું છે. અમેરિકાએ મે મહિનામાં જ કબૂલ્યું હતું કે ઈરાન અમેરિકન સૃથળો પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે.

બગદાદમાં યુએસ એમ્બસી નજીક મિસાઈલ હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધો ભારે તણાવપૂર્ણ થઈ ગયા છે ત્યારે શનિવારે બગદાદના ગ્રીન ઝોનમાં બે કાત્યુશા રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી. ગ્રીન ઝોનમાં મોટાભાગે સરકારી ઈમારતો અને અમેરિકન એમ્બસી સહિત વિદેશી મિશનો આવેલા છે. બે રોકેટ અમેરિકન એમ્બસી નજીક ગ્રીન ઝોનના સેલિબ્રેશન સ્ક્વેરમાં પડયા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

યુરોપ અમને પૂરતી મદદ નથી કરતું : પોમ્પીઓ

ઈરાનના બીજા સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાનીને મારી નાંખવાના ટ્રમ્પના આદેશની મધ્ય-પૂર્વમાં અમેરિકાના ભાગીદારોએ પ્રશંસા કરી હતી, પરંતુ યુરોપીયન સાથીઓ તેમને પૂરતી મદદ નથી કરતાં તેમ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ તેમને મદદરૂપ થઈ શકશે. તેમણે ઉમેર્યું કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સમજવાની જરૂર છે કે અમે જે કરી રહ્યા છીએ, અમેરિકનો જે કરી રહ્યાં છે તેનાથી લાખો યુરોપીયનોના પણ જીવન બચ્યા છે.

ઈઝરાયેલ અને અમેરિકાના ૩૫ લશ્કરી મથકો રડારમાં : ઈરાન

ઈરાનના કમાન્ડર અબુહમઝાએ શનિવારે જણાવ્યું હતું કે અમેરિકનો જ્યારે પણ તહેરાનની પહોંચમાં આવશે ત્યારે ઈરાન સુલેમાનીની મોતનો બદલો લેશે. અબુહમઝાએ સંકેત આપ્યા હતા કે તેલ અવીવ અને અમેરિકના મહત્વપૂર્ણ ૩૫ લશ્કરી મથકો તેમની રડરામાં છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફે પણ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે અમેરિકાએ તેના દુ:સાહસનું પરિણામ ભોગવવું પડશે. જરીફે સુલેમાનીના મોતના પગલાંને અમેરિકાની આંતરરાષ્ટ્રીય આતંકવાદનું નામ આપ્યું હતું.

બીજીબાજુ ઈરાને સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂતને તેડાવ્યા હતાં, જે ઈરાનમાં અમેરિકાનું પ્રતિનિિધત્વ કરી રહ્યા છે. જવાદ જરીફે ટ્વીટ કરી કે આંતરરાષ્ટ્રીય આતંકવાદની અમેરિકન કાર્યવાહી ખૂબ જ ખતરનાક અને મૂર્ખતાપૂર્ણ ઉશ્કેરણીજનક છે. તેણે આઈએસ, અલ નુસરા, અલ કાયદા અને અન્ય આતંકી સંગઠનો સામે લડનારા સૌથી પ્રભાવશાળી જનરલ સુલેમાનીને નિશાન બનાવી તેમની હત્યા કરી નાંખી. અમેરિકા તેના દુ:સાહસના પરિણામોનું જવાબદાર પોતે જ હશે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!