બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6નાં મોત, 13 ઈજાગ્રસ્ત

બિહારના સહદેઈ બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. હાજીપુરા પાસે સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ. જેમાં અત્યાર સુધીમાં 6નાં મોત થયાં છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. અચાનક ટ્રેના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અફરાતફરી મચી ગઈ. ઘટના સ્થળે રાહત અન બચાવની કામગીરી ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પરોઢિયે ચાર વાગ્યે આ ઘટના બની છે. સીમાંચલ એક્સપ્રેસ જોગબનીતી દિલ્હી જઈ રહી હતી તે દરમિયાન હાજીપુરા પાસે આ દુર્ઘટના બની. જોકે આ દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાજીપુર-બછવાડા રેલ સેક્શન વચ્ચે સહદેઈ સ્ટેશન પાસેની આ ઘટના છે.

રેલવે દુર્ઘટના બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે દુખ વ્યક્ત કર્યુ હતું. જ્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે પણ શોક વ્યક્ત કર્યો હતો. રેલવે દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને હાજીપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના બાદ ઈસ્ટર્ન સર્કલના સીઆરએસ લતીફ ખાનને દુર્ઘટનાની તપાસ સોંપવામાં આવી. બિહાર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે .

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter