અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે, અને વિશ્વના લોકો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી રહી છે. પરંતુ અમેરિકાએ તેનો ઈનકાર કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે એકશન લેવામાં આવ્યું છે યુદ્ધ શરૂ કરવા માટે નહીં પરંતુ યુદ્ધ ખતમ કરવા માટે લેવામાં આવ્યા છે.
મોડી રાત્રે ફરી અમેરિકાએ ઈરાકમાં ઈરાનના ગ્રુપને બનાવી ટાર્ગેટ

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત પછી ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન આવ્યું છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાએ ફરી ઈરાકમાં ઈરાનના એક ગ્રુપને ટાર્ગેટ બનાવી મિસાઈલ છોડી છે જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહ્યું હતું કે યોગ્ય સમય અને તક મળતાં જ આ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વધ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વધ્યો છે. ત્યારે ગજગ્રાહ વચ્ચે અમેરિકાએ ફરી એક વખત ઈરાક પર મિસાઈલ છોડી છે. આ હુમલો પણ ઈરાનને નિશાન બનાવીને જ કરવામાં આવ્યો છે. આ હુમલો સંગઠન હશદ અલ શાબીને નિશાન બનાવીને અમેરિકાએ આ હુમલો કર્યો છે. હશદ અલ શાબી તે જ સંગઠન છે જેને ઈરાનનું સમર્થન મળેલું છે.
હુમલામાં 6 લોકોના મોત

બગદાદમાં ઉત્તરમાં કેમ્પ તાઝી પર થયેલા હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા છે. હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે એક વાગ્યેને 12 મિનિટે થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલો રોકેટ વડે કરવામાં આવ્યો છે. રોકેટ ગાડી પર જઈને પડ્યું હતું જે બાદ કારમાં આગ લાગી હતી, જેના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના એક મોટા નેતાનું મોત નિપજ્યું છે. જો કે આ વાતની હજુ કોઈ પુષ્ટી થઈ નથી.
Read Also
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ