GSTV

વિસાવદર પાસે થયેલા બસ અકસ્માતમાં મૃત્યું આંક છ પર પહોંચ્યો, 50થી વધુ લોકો હતા સવાર

જૂનાગઢના વિસાવદરના લાલપુર વેકરીયા નજીક ખાનગી બસ પલ્ટી જવાથી અકસ્માતનો મૃત્યુંઆંક છ પર પહોંચ્યો છે. ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયેલી બે મહિલાના સારવાર દરમિયાન મોત થયા છે. ખાનગી બસ પલ્ટી જતા 20થી 25 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે વિસાવદર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સાવરકુંડલાથી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી. તે દરમિયાન બસ ચાલકે નશો કર્યો હતો. નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે બસ ચાલક બેદરકારીથી બસ ચલાવી રહ્યો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બસમાં સવાર મુસાફરોએ ડ્રાઈવર નશો કરીને બસ ચલાવતો હોવાનો આરોપ લગાવ્યો છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે દરમિયાન બે મહિલાઓના મોત થયા છે. મૃત્યું આંક છ એ પહોંચ્યો છે. ઘટનાની જાણ થતા જ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ લોકોના ખબર અંતર પુછવા પહોંચ્યા હતા.

અકસ્માતમાં મૃતકના નામ 

  • વાલજીભાઈ પ્રેમજીભાઈ કોળી
  • ભીખાભાઇ નાથાભાઇ રામનીવાસ(બીલખા રોડ, જુનાગઢ)
  • સલીમભાઈ વલી મહમદ મકરાણી(બસ ચાલક )
  • શામજીભાઈ કાનજીભાઈ મકવાણા

READ ALSO

Related posts

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!