GSTV

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

સુપ્રીમ કોટેમાં શુક્રવારે તેના અયોધ્યા ચુકાદાની પુન: સમિક્ષા માટે ચાર અરજીઓ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં 9મી તેના ચૂકાદામાં વિવાદાસ્પદ સૃથળે રામ મંદિરના બાંધકામનો માર્ગ મોકળો કર્યો હતો.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)ના સહયોગથી મૌલાના મુફ્તી હસબુલ્લા, મોહમ્મદ ઉમર, મૌલાના મહફૂઝુર રહેમાન, હાજી નહબૂબ અને મિસબાહુદ્દીને પાંચ અલગ પુન: સમિક્ષા અરજીઓ કરી છે. જ્યારે છઠ્ઠી અરજી મોહમ્મદ અયુબે દાખલ કરી છે. અરજદારો વતી વરિષ્ઠ વકીલો રાજીવ ધવન અને ઝફરયાદ જિલાની દ્વારા તૈયાર કરાયેલી પુન: સમિક્ષા અરજીઓ વકીલ એમ. આર. શમશાદે કરી હતી.

શમશાદે જણાવાયું હતું કે એઆઈએમપીએલબીએ 17મી નવેમ્બરે આ બાબતમાં પુન: સમિક્ષા અરજીઓ દાખલ કરવામાં સહયોગ કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં સૌપ્રથમ પુન: સમિક્ષા અરજી બીજી ડિસેમ્બરે અસર ફરિયાદી એમ. સિદ્દિકના કાયદેસરના વારસ મૌલાના સૈયદ અશદ રાશિદી, જે જમિયત ઉલેમા-એ-હિંદના ઉત્તર પ્રદેશના પ્રમુખ છે, તેમણે દાખલ કરી હતી. તેમણે અરજીમાં દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદના પુન: બાંધકામના આદેશ દ્વારા જ ‘સંપૂર્ણ ન્યાય’ આપી શકાયો તેમ કહી શકાશે. જોકે, આ કેસના મહત્ત્વના ફરિયાદીઓ ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ચૂકાદાની પુન: સમિક્ષા નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

મૌલાના સૈયદ અશદ રાશિદીએ 14 મુદ્દાઓ પર ચૂકાદા અંગે પુન: સમિક્ષાની માગણી કરી છે. તેમની અરજીમાં મૌલાના મુફ્તી હસબુલ્લાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જમીન વિવાદમાં એક સમાજને કરેલ અન્યાય અંગે પુન: વિચારણા કરવી જોઈએ. સમગ્ર જમીનના વિશેષ કબજાને આધાર બનાવી સંપૂર્ણ જમીન હિન્દુઓને આપવી અન્યાય છે, કારણ કે સંપૂર્ણ જમીન ક્યારેય હિન્દુઓના કબજામાં નહોતી.

બાબરી મસ્જિદમાં ડિસેમ્બર 1949 સુધી મુસ્લિમો નમાજ પઢતા હતા તે કબૂલવામાં આવ્યું છે. પાછળથી મસ્જિદની જગ્યા ટાંચમાં લેવાઈ હોવાથી તેમને પ્રવેશતા અટકાવાયા હતા જ્યારે હિન્દુઓને ગેરકાયદેસર રીતે પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હસબુલ્લા તરફથી વરિષ્ઠ વકીલો રાજીવ ધવન અને ઝફરયાબ જિલાનીએ અરજી કરી હતી.

અયોધ્યા ચુકાદાની પ્રથમ પુન: સમિક્ષા અરજીમાં રાશિદીએ સુપ્રીમ કોર્ટના 9મી નવેમ્બરના ચૂકાદાના અમલ પર વચગાળાનો સ્ટે મૂકવા પણ માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં વિવાદાસ્પદ જમીન દેવતા રામલલ્લા વિરાજમાનને સોંપવાની સાથે વિવાદાસ્પદ જમીન પર રામ મંદિરના બાંધકામ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ રચવા કેન્દ્રને આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

તમારા કામનું/ LPG સિલિન્ડરના ભાવથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી બદલાઇ ગયાં છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Bansari

માનવતા શર્મસાર/ ઉત્તરપ્રદેશના હાથરસ બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતીનું નિપજ્યું મોત

pratik shah

AMCનો ચોંકાવનારો રિપોર્ટ/ અમદાવાદ શહેરની 900 હોસ્પિટલ-ક્લિનીક પાસે નથી ફાયર NOC , અનિચ્છનીય ઘટના સર્જાય તો જવાબદારી કોની!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!