GSTV
Home » News » વલસાડના તીથલ બીચ પર દારૂની મહેફીલ માણતા 6 નબીરા પકડાયા

વલસાડના તીથલ બીચ પર દારૂની મહેફીલ માણતા 6 નબીરા પકડાયા

વલસાડના તિથલ બીચ પરના વોક-વે પર દારૂની મેહફીલ માણતા  6 નબીરાઓને વલસાડ સીટી પોલીસે પકડી લીધા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગણેશ મંડળમાં જાગરણ કર્યું હોવાને કારણે દારૂનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વલસાડના ડીવાયએસપી એમ.એન.ચાવડા તિથલ બીચ પર મોર્નિગ વૉક માટે આવ્યા હતા, ત્યારે 6 જેટલા યુવાનો નશામાં ધૂત જાહેરમાં ગાળા ગાળી કરતા હતા.

ડીવાયએસપીએ તમામને પકડી સિટી પોલીસને વધુ કાર્યવાહીના આદેશ આપ્યાં છે. જો કે દારૂના નશામાં પકડાયા હોવા છતાં આ યુવકોને છોડાવવા માટે કેટલાંક લોકો પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને ધમપછાડા કર્યા હતા.

READ ALSO

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!