GSTV
India News Trending

છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી, તો આટલા લોકોએ મેળવવા માટે અરજી કરી

લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી હતી. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પ્રાપ્ત આંકડા અનુસાર આશરે 1.33 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિકતા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં 10 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા માટે અરજી પણ કરી હતી.

જે 10645 લોકોએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી તેમાંથી 4177 લોકોની નાગરિકતા માટેની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે.

જે 10645 લોકોએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી તેમાંથી 227 અમેરિકા, 7782 પાકિસ્તાન, 795 અફઘાનિસ્તાન અને 184 બાંગ્લાદેશથી છે. જે ચાર હજારથી વધુ લોકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે તેમાંથી 1106ને 2016મા, 817ને 2017માં, 628ને 2018માં, 987ને 2019માં, 639ને 2020માં નાગરિક્તા આપવામાં આવી હતી.

છ લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા જતી કરી

સરકારે સાથે એમ પણ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા જતી કરી છે. જેમાં 1,33,049 લોકોએ 2017માં, 134561એ 2018માં, 144017એ 2019માં, 85248એ 2020માં અને સપ્ટેમ્બર 2021 સુધીમાં 111287 લોકોએ ભારતીય નાગરિકતા જતી કરી હતી.

કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્તરે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સને લાગુ કરવાનું આયોજન નથી. જોકે નાગરિકતા સુધારા કાયદાનો અમલ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી દેવાયો હતો અને જે લોકો આ કાયદા અંતર્ગત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.

Read Also

Related posts

wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર

HARSHAD PATEL

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો

Siddhi Sheth

Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે

Drashti Joshi
GSTV