GSTV
Home » News » સપ્ટેમ્બરની શરૂઆતમાં એક અઠવાડિયા સુધી બેંકો બંધ રહેવાને મામલે થયો મોટો ખુલાસો

સપ્ટેમ્બરની શરૂઆતમાં એક અઠવાડિયા સુધી બેંકો બંધ રહેવાને મામલે થયો મોટો ખુલાસો

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં બેંકોમાં લાંબી રજાઓની અફવા છે. બેંકોમાં રવિવારે બીજી સપ્ટેમ્બર અને આઠમી સપ્ટેમ્બરે મહીનાના બીજા શનિવારની રજા રહેશે. આ સિવાયના સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહના બાકીના દિવસોમાં બેંકોનું સામાન્ય કામકાજ ચાલુ રહેવાનું છે. ત્રીજી સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે આખા દેશમાં બેંકોમાં રજા હોવાની વાત પણ ખોટી છે. જોકે,  કેટલાક રાજ્યોમાં જન્માષ્ટમી દરમિયાન બેંકો જરૂરથી બંધ રહેશે. બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ અડચણ વગર ઘોષિત દિવસોને બાદ કરતા કામકાજ ચાલુ રાખવામાં આવે અને એટીએમમાં પુરતા પ્રમાણમાં રોકડની પણ વ્યવસ્થા રાખવામાં આવે.  મહત્વપૂર્ણ છે કે ભારતના કેટલાક રાજ્યોમાં કૃષ્ણ જન્માષ્ટમી કેટલાક ઠેકાણે બીજી સપ્ટેમ્બરે પણ ઉજવવામાં આવશે. જેને કારણે અફવા ફેલાવાઈ હતી કે બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે બેંકોમાં રજા રહશે.

  • સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં છ રજાની અફવા
  • બેંકોમાં છ દિવસની અફવા મામલે સ્પષ્ટીકરણ કરાયું

Related posts

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

સુરતમાં ડાઈંગ મિલમાં અને આણંદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની કામગીરી બાદ આગ કાબૂમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!