GSTV
Home » News » મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. એક તરફ ભાજપ અને શિવસેના સત્તા પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ અને એનસીપીને વનવાસ પુરો થવાની આશા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ લડી રહેલા ભાજપે 164 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. આમાંથી કેટલાક ઉમેદવારો ગઠબંધનમાં નાના પક્ષોના પણ છે, જેને ભાજપે તેના સિમ્બોલ ઉપર ટિકિટ આપી છે. શિવસેનાને 124 બેઠકો મળી છે. આ સિવાય કોંગ્રેસ વિપક્ષી જોડાણમાં 147 અને એનસીપી121 બેઠકો પર લડી રહી છે. તો આ ચૂંટણી જણાવશે કે આખરે સામાન્ય ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મતદાતાઓનો મૂડ બદલાયો છે કે નહી. તો ચાલો જાણીએ ક્યાં એવાં 6 ફેક્ટર છે, જે આ ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

મરાઠા આરક્ષણ

ભાજપ-શિવસેના સરકારે મરાઠા સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાની અસર જોઈ શકે છે. સામાન્ય વર્ગના આર્થિક પછાત લોકોને અનામત બાદ ભાજપનો આ મોટો નિર્ણય હતો. આનાથી  પક્ષને ઓબીસી અને બ્રાહ્મણ સમુદાય સિવાયના અન્ય જૂથોમાં પ્રવેશ કરવામાં મદદ મળી શકે છે.

આર્ટિકલ 370

ભાજપે લગભગ દરેક રેલીમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા કલમ 370ને હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે વિપક્ષી પાર્ટીઓએ તેને  અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો ભાજપનો પ્રયાસ ગણાવ્યો છે. આ વિસ્તારોમાં જ્યાં સ્થાનિક મુદ્દાઓ વધારે પ્રભુત્વ ધરાવતા નથી ત્યાં ભાજપ આનો લાભ લઈ શકે છે.

ભ્રષ્ટાચારનો આરોપ

મહારાષ્ટ્ર સહકારી બેંક અને સિંચાઈ કૌભાંડમાં એનસીપીના નેતાઓ પર આરોપ મૂકવામાં આવ્યા છે. પીએમ મોદી પણ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવતા રહ્યા છે. ભલે અદાલતોના નિર્ણયો હજુ આવવાના બાકી છે, પરંતુ તે એક મહત્વપૂર્ણ ચૂંટણીનો મુદ્દો છે.

ખેડૂતોનાં દેવાનો મુદ્દો

મહારાષ્ટ્રમાં હજુ પણ ખેડૂત આત્મહત્યા એક મોટો મુદ્દો છે. 2015 થી 2019 ની વચ્ચે છેલ્લા 4 વર્ષમાં 12,000 ખેડુતોનાં મોત નીપજ્યાં છે. મરાઠાવાડા, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં કૃષિ સંકટ એ મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં તે ભાજપ-શિવસેનાની વિરુદ્ધ પણ જઈ શકે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમો

પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત કેન્દ્ર સરકારે ખેડુતોને દર વર્ષે 6000 રૂપિયા આપવાની યોજના શરૂ કરી છે. આ ઉપરાંત ગામડાઓમાં શૌચાલય અને આવાસ યોજનાઓએ પણ થોડી અસર દર્શાવી છે. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ યોજનાઓના આધારે મતદાન થઈ શકે છે.

ચૂંટણીમાં ફડણવીસ ફેક્ટર

ભલે સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમના કાર્યકાળ દરમિયાન ગઠબંધન ભાગીદાર શિવસેનાના પ્રશ્નો સાથે સંઘર્ષ કર્યો હતો, પરંતુ તેઓ જટિલ મુદ્દાઓને સરળતા સાથે પાર પાડવામાં સફળ રહ્યા છે. મુંબઈ-નાગપુર સુપર હાઇવેના વિસ્તરણ અને મેટ્રો જેવા પ્લાન તેના પક્ષમાં આવી શકે છે. જો કે, નોકરીઓ ઉભી કરવામાં સમર્થ ન હોવા જેવા મુદ્દાઓ તેમની વિરુદ્ધ પણ જઈ શકે છે.

READ ALSO

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કૂણીએ ગોળ લગાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!