GSTV
Ahmedabad Corona Virus ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદમાં લોકડાઉનના કડક અમલ માટે કોટ વિસ્તારનાં આ 27 પ્રવેશ માર્ગ બંધ કરાયા

અમદાવાદમાં  કોરાનાના ૮૩ કેસ પોઝીટીવ આવ્યા હતા જેમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુર સહિતના વિસ્તારોના સમાવેશ થાય છે, કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે, ચેપ પ્રસરે નહી તે માટે લોકડાઉના કડક અમલ માટે  મધ્યઝોનમાં જમાલપુર, દરિયાપુર અને જમાલપુર સહિતના ૨૭ પ્રવેશ માર્ગે  બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં પ્રવેશના માર્ગ પર ૧૨ ચેકપોસ્ટથી સીટીમાં  પ્રવેશનાર  તમામ વ્યક્તિનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં 83 કેસ

 જીવલેણ કોરોના ના રોગના અમદાવાદના ૮૩ સહિત ગુજરાતમાં કુલ ૧૮૬ કેસ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું,  અમદાવાદમાં કાલુપુર દરવાજા અંદર ભંડેરી પાળમાં આવેલી માતાવાળી પોળ સહિતના કારોના અસરગ્રસ્ત વિસ્તારોને કલસ્ટર જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી શહેરમાં કોરાનાનો ચેપ  ફેલાય નહી માટે મંગળવારે મધરાતથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને અલગ કરવા માટે નહેરુબ્રિજને અનિશ્ચિત મુદત માટે  બંધ કરવામાં આવ્યો છે.

કોરોના વાઇરસ પ્રસરે નહી તે માટે કલમ ૧૪૪ લાગુ

કોરોના વાઇરસ પ્રસરે નહી તે માટે કલમ ૧૪૪ ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોટ વિસ્તારમાં લોકો ખોટા બહાના બતાવીને રખતા હતા જેથી મ્યુનિસિપલ અને પોલીસ દ્વારા લોકડાઈનનો ડકક અમલ કરવા માટે  નહેરુબ્રિજ તથા કાલુપુર શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટને અચોક્કસ મુદત માટે બંધ કરવામાં  આવી છે. જ્યારે  શહેરના કોટ વિસ્તારમાં દરિયાપુર, જમાલપુર અને શાહપુર સહિત પ્રવેશવાના ૨૭ માર્ગો  બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ૧૫ પોલીસ લોક અને ૧૨ ચેક પોસ્ટ જાહેર કરવામાં આવી છે. આ  ચેકપોસ્ટથી પ્રવેશનાર  તમામ વ્યક્તિનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. 

કોટ વિસ્તારમાં આ રસ્તાઓ કરાયા બંધ

અમદાવાદના કોટ વિસ્તારના બંધ કરાયેલા રસ્તાઓમાં  એલિસબ્રિજ  પોલીસ સ્ટેશન વાળો રસ્તા બંધ કરાયો છે મધ્યઝોન નશાબંધીવાળા રસ્તો બંધ કરીને ત્યાં ચેક પોસ્ટ બનાવવામાં આવી છે, જમાલપુર દરવાજા બન્ને બાજુ બેરીકેટ કરીને ચેક પોસ્ટ બનાવવામાં  આવી છે. આમ જમાલુપુર વોર્ડમાં ચેક પોસ્ટ અને રિવરફ્રન્ટ રોડ સી.એન.જી પમ્પ સામેનો રસ્તો તથા  ખાનપુર દરવાજા તરફનો રસ્તાને પોલીસ લોક કરવામાં આવ્યો છે. આ સિવાય રાયપુર દરવાજા આસ્ટોડિયા, ભૂતની આંબલી ખાડિયા કાપડીવાડ -બાલભવન પાસે ચેકપોસ્ટ અને પોલીસ લોક કરવામાં આવ્યું છે. ઉપરાંત દરિયાપુર વોર્ડમાં કાલુપુર ભંડેરી પોળ દરવાજો બંધ કરીને પોલીસ લોક કરવામાં આવ્યો છે.  શાહપુર દરવાજા પાસે અને દિલ્હી દરવાજા ત્રિપાઠી હોલ પાસે પાકુ બેરીકેટીંગ કરીને પોલીસ લોક કરવામાં આવ્યું છે તેમજ શાહપુર શંકરભુવનથી ગાંધીબ્રિજ તર ફ જવાની ગલી બરફીવાલા ભવન સામેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ

pratikshah
GSTV