GSTV

Video: ગજબ! છેલ્લા બોલ પર જરૂરી હતાં 6 રન, બેટિંગ કર્યા વિના જ જીતી લીધી મેચ!

ક્રિકેટના મેદાન પર એવું કંઇક જોવા મળ્યું જેણે સૌકોઇને ચોંકાવી દીધાં. હકીકતમાં મુંબઇના આદર્શ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ પર દેસાઇ અને જૂની ડોમ્બીવલી વચ્ચે મેચ દરમિયાન એક ટીમે વિપક્ષી બોલરની ભૂલના કારણે એક બોલ પર કોઇ શૉટ ફટકાર્યા વિના જ 6 રન બનાવી લીધાં.

બોલરની આ મૂર્ખતાપૂર્ણ બોલીંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બેટિંગ કરી રહેલી ટીમને જીતવા માટે મેચના છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. પરંતુ જ્યારે તે ટીમે જીત નોંધાવી તે પહેલાં એક બોલ બાકી હતો.

ડોમ્બીવલીએ પહેલા બેટિંગ કરતાં દેસાઇની ટીમને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દેસાઇ ટીમને છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. અંતિમ બોલમાં ડોમ્બીવલીના બોલરે એવી ઓવર નાંખી કે જેણે સૌકોઇને હેરાન કરી મુક્યાં.
હકીકતમાં ડોમ્બીવલી ટીમનો આ બોલર આ અંતિમ બોલને છ વાર ફેંકે છે. બધી જ ઑફ સ્ટમ્પની બહાર પરંતુ બધા જ બોલ વાઇડ હતાં. તેનો દરેક બોલ વાઇડ ગણાવવામાં આવ્યો અને દેસાઇ ટીમ બેટિંગ કર્યા વિના કે શૉટ માર્યા વિના જ મેચ જીતી ગઇ.

Read Also

Related posts

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!