GSTV

ટીવી પર આ 6 અભિનેત્રીઓએ ભજવ્યુ હતુ દ્રોપદીનું પાત્ર, જાણ કોણ રહ્યુ હિટ કોણ ફ્લોપ

લોકપ્રિય સિરિયલ મહાભારતમાં દ્રૌપદીના રોલ અંગે પ્રેક્ષકોમાં હંમેશાં આતુરતા જોવા મળતી હોય છે. ટીવી પર મહાભારતની સિરિયલ ઘણી વાર જોવા મળી છે અને દર વખતે અલગ અલગ અભિનેત્રીએ દ્રૌપદીના રોલથી અલગ ઇમેજ પેદા કરી છે. 1988માં મહાભારતની સિરિયલ આવી ત્યારે દ્રૌપદીનો રોલ રૂપા ગાંગુલીએ કર્યો હતો. આવી છ અભિનેત્રીઓ છે જેણે દ્રૌપદીના રોલ કર્યા હોય. જોઇએ તેમાંથી કોણ સફળ થયું અને કોણ નિષ્ફળ.

2013માં સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલમાં પૂજા શર્મા દ્રૌપદી બની હતી. તેના અભિનયની પ્રશંસા થઈ હતી. 1988માં પહેલી વાર મહાભારત બની ત્યારે રૂપા ગાંગુલીએ દ્રૌપદીનો રોલ નિભાવ્યો હતો. તે ઘણી સફળ રહી હતી.

1993માં શ્રીકૃષ્ણા સિરિયલમાં દ્રૌપદીનો રોલ ફાલ્ગુની પરીખે કર્યો હતો. ફાલ્ગુનીને પણ પ્રેક્ષકોએ આવકારી હતી.

2008માં એકતા કપૂરની કહાનીયાં હમારે મહાભારત કી માં અનિતા હસનંદાનીને દ્રોપદીના રૂપમાં મોર્ડન લુકમાં જોવા મળી હતી.

1997માં એક ઔર મહાભારત નામની સિરિયલ આવી હતી જેમાં અશ્વિની કાલસેકરને આ જવાબદારી સોંપાઈ હતી પરંતુ પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ સાંપડ્યો ન હતો.

2001માં પ્રસારિત સિરિયલ દ્રોપદીમાં નાના પડદાની જાણીતી કલાકાર મૃણાલ કુલકર્ણીએ દ્રોપદીનો મુખ્ય રોલ કર્યો હતો. મૃણાલ ઘણી સિરિયલમાં પદાર્પણ કરી ચૂકી છે.

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!