GSTV
Home » News » કાંકરિયા દુર્ઘટના મામલે 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર મોકલાયા

કાંકરિયા દુર્ઘટના મામલે 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર મોકલાયા

અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટવાની ગંભીર ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ કરીને તેમના રિમાન્ડ લેવાયા છે. ત્યારે આ રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં સંચાલકનો ભત્રીજો યશ પટેલ જ રાઈડનું ઇન્સ્પેક્શન કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

06 જુલાઈના રોજ ડિસ્કવરી રાઇડનો ટેસ્ટિંગ અને ચેકીંગનો રિપોર્ટ પણ યશ પટેલે જ બનાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આમ આ સમગ્ર મામલામાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાઠગાંઠ બહાર આવી છે. 6 જુલાઈના સેફ્ટી રિપોર્ટમાં એન્જીનિયર તરીકે યશ પટેલની જ સહી છે.

તમામ રાઈડની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલે આ વાત પોલિસ સમક્ષ કબુલી લીધી છે. યશના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. પોલિસે હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે.

રાઈડ તૂટવા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્સીના જ માણસો ફિટનેસ અંગેનો રિપોર્ટ બનાવી કોર્પોરેશનમાં આપી દેતા હતા અને કોર્પોરેશન તંત્ર આ રિપોર્ટની કોઈ તપાસ જ કરતું નથી.

READ ALSO

Related posts

કોંગ્રેસ ન હરખાય, તમારા ધારાસભ્યો લાઈનમાં છે જ મારે કહેવાની જરૂર નથી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

વિઝા પુરા થતાં આ મહાશય 540 કિમી તરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પણ…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!