GSTV

VIDEO: અહીં એવુ તળાવ છે જેમાં ક્યારેય કોઈ ડૂબતુ નથી, પાણીમાં છે ગજબની શક્તિ, વીડિયો જોયા પછી ચોક્કસથી ફરવાનું થઈ જશે મન

Last Updated on June 18, 2021 by Pravin Makwana

પ્રકૃતિના અલગ અલગ કેટલાય રૂપ છે. તે પોતાની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. અલગ અલગ હવામાન અને તાપમાનના કારણે દુનિયાભરમાં પ્રકૃતિના અલગ અલગ રૂપ દેખાય છે. અહીં પહાડ છે, ક્યાંક મેદાન છે. તો ખળખળ વહેતી નદીઓ પણ છે. ક્યાંક સુકાયેલા રણ પણ હોય છે. દુનિયામાં એવી કેટલીય સુંદર જગ્યાઓ છે, જ્યાં એક વાર ગયા પછી ફરી પાછા આવવાનું મન થાય. તેમાંથીય પણ અમુક તો એવી જગ્યા છે. જેના વિશે જાણીને ઘણી વાર વૈજ્ઞાનિકો પણ વિચારવા લાગે છે. આવી જ એક મનમોહક જગ્યા છે મિસ્ત્રનું સીવા તળાવ. આ તળાવની ખાસિયત એ છે કે, તેમા કોઈ ડૂબાતુ નથી.

મિસ્ત્રમાં Siwa Oasis પશ્ચિમી રણમાં આવેલુ છે. મોટા ભાગના પ્રવાસીઓ સુંદર ઝરણાં અને શાનદાર રણનો નજારો જોવા માટે અહીં આવતા હોય છે. અહીં આપને એક એવી જગ્યા જોવા મળશે, જ્યાં આપ મીઠાના ઝરણાનું અદ્ભૂત દ્રશ્ય જોઈ શકો છો. વાદળી રંગના કારણે અહીંથી પસાર થતાં એવો નજારો લાગે જાણે કે, સમુદ્ર કિનારો હોય. જો કે, વાસ્તવમાં આ એક તળાવ છે. સીવા લેકમાં ભારે માત્રામાં મીઠુ હોવાના કારણે આંખો અને ત્વચા માટે મેડિકલ ટ્રીટમેંટનું કામ કરે છે. જેના કારણે તેને હિલીંગ લેક પણ કહેવામાં આવે છે.

પાણીમાં મીઠાની માત્રા 95 ટકાથી વધારે છે

સીવા લેકનું પાણી સાઈનસ, ત્વચા અને આંખોની સારવાર માટે કામ કરે છે. અહીંના પાણીમાં મીઠાની માત્રા 95 ટકાથી વધારે છે. જેના કારણે આપ પાણીમાં ડૂબશો નહીં પણ કોઈ પણ સહારા વગર પાણીમાં તરતા રહેશો. આટલી સુંદરતા જાણ્યા બાદ આપનો વિચાર ચોક્કસ અહીં ફરવા જવાનો થશે.

READ ALSO

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!