GSTV
Home » News » આ ગામની હાલત એવી છે કે ભાજપ કૉંગ્રેસ બંન્નેને શરમ આવશે, વૃધ્ધો જીવી રહ્યાં છે ભગવાન ભરોષે

આ ગામની હાલત એવી છે કે ભાજપ કૉંગ્રેસ બંન્નેને શરમ આવશે, વૃધ્ધો જીવી રહ્યાં છે ભગવાન ભરોષે

છોટાઉદેપુર જિલ્લાના ખેરકુવા ગામના લોકો ચૂંટણીના મહાપર્વને ઉજવવાને બદલે માદરે વતન જવા મજબૂર બન્યા છે. પોતાના વૃધ્ધ માબાપને ભગવાન ભરોશે છોડી રહ્યા છે. અન્ય જગ્યાએ સ્થાયી થવા જઇ રહ્યા છે. જીએસટીવીએ ગ્રામજનોની મુલાકાત કરી ત્યારે અમુક વૃધ્ધોએ તેમની આપવીતિ વર્ણવતા જણાવ્યુ કે ખેરકુવા ગામમાં પાણીનાં પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી યથાવત છે જેના કારણે ખેતી થઇ શકતી નથી.

રોજગારીનો પ્રશ્ન મુંજવતો હોવાથી ગામના યુવાનો ગામ છોડી સૌરાષ્ટ્ર તરફ દોટ મુકી રહ્યા છે. યુવાનોને શિક્ષણનો અભાવ હોવાથી બાળકોના ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે. પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો ગામ છોડી અન્ય જગ્યાએ વસી રહ્યા છે. વિશેષમાં તેઓ જણાવ્યુ કે અમારી દેખરેખ રાખવાવાડું પણ કોઇ નથી. અમને તકલીફ પડે ત્યારે ગામના વૃધ્ધો એકબીજાને મદદરૂપ થાય છે. મતદાનની લાલચે ચૂંટણીના સમયે જ નેતાઓ આવે છે. ચૂંટણી પૂરી થયા પછી આખુ વર્ષ દેખાતા નથી.

READ ALSO

Related posts

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur

અમદાવાદના આ ઐતિહાસિક ગાર્ડનને રી-ડેવલપ કરવામાં આવશે

Nilesh Jethva

મિત્રએ જ મિત્રનું અપહરણ કરી ઢોર માર માર્યા બાદ માગી 1 કરોડની ખંડણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!