GSTV
Home » News » ક્લિક કરી જુઓ હાર્દિકને થપ્પડ મારનારનો ટોળાએ શું હાલ કર્યો છે ?

ક્લિક કરી જુઓ હાર્દિકને થપ્પડ મારનારનો ટોળાએ શું હાલ કર્યો છે ?

Tarun Gajjar

ગુજરાત કોંગ્રેસમાં હાલમાં જ જોડાયેલા હાર્દિક પટેલ આજ સવારથી સમાચારોની હેડલાઈન બની ચૂકેલો છે. અનશન અને પાટીદારો માટે અવાજ ઉઠાવનાર હાર્દિક પટેલ આ વખતે થપ્પડના કારણે ચર્ચામાં આવ્યો. હાર્દિક પટેલને પણ ખબર નહોતી. તે ભાષણ આપવામાં મગ્ન હતો તેવામાં એક યુવક લુકાછુપી સીડીઓ ચડી સ્ટેજ પર આવી ચડ્યો. અને હજુ કોઈ કંઈ વિચારે તે પહેલા જ તેણે હાર્દિક પટેલને સણસણતો તમાચો મારી દીધો.

તમારો માર્યા બાદ એ યુવક ટોળાથી ઘેરાઈ ગયો હતો અને ટોળાએ માર મારવાની શરૂઆત કરી દીધી હતી. હાર્દિકને માર માર્યા બાદ તેણે પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી પણ બાદમાં ટોળાએ ભેગા થઈ હાર્દિકને તમાચો મારનારને ખંખેરી નાખ્યો હતો. તેને અર્ધનગ્ન કરી માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે પણ તેને પડેલા માર બાદ હોસ્પિટલે ખસેડ્યો હતો.

વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ તરૂણ ગજ્જરનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. તરૂણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે અને ડેપ્યુટી સરપંચ છે. ભાજપના વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સાથે પણ ફોટો વાયરલ થયો છે. તરૂણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે. તરૂણ ગજ્જર ગામમાં છૂટક ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે જાતિ વિષયક ટીપ્પણીથી સમાજમાં થયેલા વિભાજનથી ગુસ્સે ભરાયેલો હતો. તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારો મરી ગયા. 14 પાટીદારોનો ભરખી ગયો તેમ પણ કહ્યું હતુ.

આ સમયે સોશિયલ મીડિયા પર પણ તરૂણ ગજ્જરની હોસ્પિટલે પહોંચ્યા બાદની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. જેમા તેને મૂંઢ માર માર્યો હોવાનું સાફ દેખાઈ આવે છે.

વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સની ઓળખ થઈ છે.થપ્પડ મારનાર શખ્સ મહેસાણાના કડીનો વતની છે. અને તેનું નામ તરૂણ ગજ્જર છે. તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારોનો મરી ગયા. 14 પાટીદારોનો ભરખી ગયો તેમ પણ બોલતો સંભળાયો હતો. ઉલ્લેખનિય છે કે, હાર્દિક પટેલને થપ્પડ મારનાર શખ્સને લોકોએ ઝડપીને ઢોર માર માર્યો હતો.

READ ALSO


Related posts

દિલ્હીમાં CAA અને NRCના વિરુદ્ધમાં ભડકેલી હિંસામાં 10 લોકોના મોત, 150થી વધુ ઘાયલ

Mansi Patel

ગુજરાત ભાજપમાં બધુ બરોબર નથી, મોદી અને શાહ ફ્રી પડતાં ઘણાને આવશે હાર્ટએટેક

Nilesh Jethva

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપના નિવેદનની પાકિસ્તાન પર અસર, વિદેશ મંત્રીએ કહ્યુ કે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!