GSTV

રૂપાણીનું પાણી મપાય તેવી ગંભીર સ્થિતિ, જો અામ ન થયું તો ગુજરાતીઅોની હાલત થશે ખરાબ

Last Updated on August 9, 2018 by Karan

ગુજરાતમાં આ વર્ષે બીજા રાઉન્ડમાં મેઘરાજા અદ્રશ્ય થઈ જતાં ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાં હવે તળિયું દેખાવા માંડયું છે. ડેમની પાણીની જે ક્ષમતા છે. તેની સામે હાલમાં માત્ર ૨ ટકા જીવંત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં હજુ વરસાદ નહી આવે તો રાજ્યમાં ખૂબ જ ગંભીર સ્થિતિ ઉભી થશે તેમજ ખેડૂતોને હાલમાં અપાઈ રહેલું સિંચાઈનું પાણી આપોઆપ જ બંધ થઈ જશે.

આ સીઝનમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ- રાજસ્થાનમાં પણ પ્રમાણમાં ઓછો વરસાદ પડયો છે. જો ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં એ રાજ્યોમાં વધુ વરસાદ પડતો હોય છે. આગામી અઠવાડિયામાં પણ સાર્વત્રિક વરસાદ પડશે તો કોઈ ચિંતા રહેશે નહી પરંતુ નર્મદાની સપાટી ૧૧૦.૬૪ મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી આપોઆપ બંધ થઈ જશે.

હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે, સેટેલાઇટથી લીધેલી તસ્વીરો અને અન્ય માહિતીના આધારે એવું તારણ કાઢી શકાય છે કે ૧૨૦૦ કીલોમીટરમાં નર્મદાના સમગ્ર કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ આ મહિનામાં નહિવત્ છે. જો કુદરત ચમત્કાર કરે અને ધોધમાર વરસાદ તૂટી પડે તો ગુજરાતને માથે તોળાતું જળસંકટ દૂર થઈ જશે.

ગુજરાતમાં પાણીના વાપરવા લાયક જથ્થાની સ્થિતિ
વિગતકુલ સંગ્રહ-ક્ષમતાહાલ જીવંત જથ્થોટકામાં
૨૦૩ ડેમોમાં૧૫,૭૬૦૪૫૮૩૩૧
૧૭ મોટા ડેમોમાં૧૨,૯૩૨૪૫૨૫૩૪
સરદાર સરોવર ડેમ૯૪૬૦૪૬૦.૫૮
નોંધ : પાણી, મિલિયન કયુબિક મીટરમાં

ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર ૫૫ ટકા વરસાદ પડ્યો છે. જોકે, હજુ ઓગષ્ટના ત્રણ સપ્તાહ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે. ઓકટોબર માસમાં પણ એકાદ-બે ઈંચ વરસાદ  પડતો હોય છે. આ બાકીના સમયગાળામાં બાકીનો ૪૫ ટકા વરસાદ પડે તેવી અપેક્ષા રખાઈ રહી છે. જો આ ઘટ પૂરી નહીં થાય તો, હાલની સ્થિતિએ રાજયમાં ભારે જળ-સંકટના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજય સરકાર આ બાબતે રોજેરોજ સ્થિતિના સમીક્ષા કરીને ખેતીને પણ નુકશાન ન થાય અને પીવા માટેનું પણ પાણી સચવાઈ રહે તેવું  આયોજન અમલમાં મૂકી રહી છે.

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાને જીવાદોરી સમાન મનાય છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે ત્યાંથી તેના ૧૫૨માં કીલોમીટરે તવા ડેમ છે, ત્યાંથી ૧૬૦માં કી.મીટરે ઈન્દિરા સાગર નામનો મોટો ડેમ છે, ત્યાંથી ૫૦ કીમી દૂર ઓમકારેશ્વર ડેમ છે. છેલ્લે ૨૨૪ કિલોમીટર બાદ ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છે. નર્મદા નદીની કુલ લંબાઈ ૧૧૬૪ કિલોમીટર જેટલી છે. જયારે નર્મદા યોજના અમલમાં આવી ત્યારે ટ્રીબ્યુનલે નદીમાં ૨૮ મિલિયન એકર ફીટ જેટલું  પાણી રહેશે એવી ગણતરી સાથે ગુજરાતને ૯ મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરી હતી પરંતુ હાલની સ્થિતિએ ૫.૫૦ મિલિયન એકર ફીટ પાણી જ છે.

મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલા બાર્ગી ડેમમાં તેની કુલ ૩,૧૮૦ મિલિયન કયુબિક મીટર પાણીમાંથી ૮૧ ટકા એટલે કે, ૨,૫૯૦ એમસીએમ પાણી છે. તવા ડેમમાં ૩૫ ટકા અને ઈન્દિરા સાગર ડેમમાં ૩૧ ટકા પાણી ભરાયેલું છે. જયારે ગુજરાતમાં આવેલા સરદાર સરોવર ડેમમાં માત્ર ૨ ટકા પાણીનો જીવંત જથ્થો છે. જે માંડ ૪-૫ દિવસ સુધી ચાલે તેટલો જ છે.

હાલની સ્થિતિએ સરદાર સરોવર ડેમમાં ૧૧૧ મીટર સુધી પાણી છે પરંતુ ડેમ પાસે મુખ્ય કેનાલનું મુખ ૧૧૦.૬૪ મીટરે છે એટલે કે આટલી ઉંચાઈ સુધી પાણી આપોઆપ મુખ્ય કેનાલમાં વહી શકે છે. હવે જો પાણીનું આ લેવલ ઘટીને ૧૧૦ મીટર જશે તો પાણીનો જીવંત જથ્થો પૂરો થઈ જશે. આ ડેમમાં અત્યારે પાણીની આવક ૩૪૨૬ કયુસેક જેટલી છે. જયારે પાણીની જાવક ૫૦૦૦ કયુસેક જેટલી છે એટલે ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે.

Related posts

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah

આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી યોજાશે ભાજપની OBC મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક, જાણો ક્યાં?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!