GSTV
Home » News » ચૂંટણી પહેલા આવેલા સરવેથી મોદી સરકારની મુશ્કેલી વધી, ચૂંટણી જીતશે?

ચૂંટણી પહેલા આવેલા સરવેથી મોદી સરકારની મુશ્કેલી વધી, ચૂંટણી જીતશે?

modi

એક સ્વતંત્ર એનજીઓ NGOએસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ દ્વારા સમગ્ર દેશનાં 534 લોકસભા વિસ્તારમાં સરવેનાં આધાર પર દાવો કર્યો છે કે,પ્રજાની નજરમાં મોદી સરકારનું પ્રદર્શન 5માંથી 3 કરતા પણ નીચે છે. મતદારોનાં 31 પ્રાથમિક મુદ્દાને આધાર બનાવીને સરવે કરવામાં આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સે દેશભરમાં 2.73 લાખ મતદારોની વચ્ચે જઇને ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી આ સરવે કર્યો હતો. આ સરવેમાં મતદારોને તેમની પસંદની વિવિધ રાજકિય પાર્ટીઓને મત આપવા તેમજ સરકારને યથાવત રાખવા જેવા મુદ્દાનો સમાવેશ કરાયો નહતો. આ સરવેનો દાવો છે કે મતદારોએ આતંકવાદ અને સુરક્ષાનાં વિષયની જગ્યાએ દરરોજની જીંદગી સાથે જોડાયેલી વાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

રોજગાર સૌથી મોટો મુદ્દો

એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સનાં જણાંવ્યા પ્રમાણે પુરા ભારતમાં 18 વર્ષથી ઉપરની વયનાં નાગરીકો માટે રોજગારની સમસ્યા સૌથી મોટો મુદ્દો છે. શહેરી લોકસભા વિસ્તારનાં યુવા મતદારોમાં ટ્રાફિક જામ, સારા રસ્તા અને સ્વચ્છ હવાનો મુદ્દો રોજગારનાં મુદ્દા પર ભારે પડી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સનાં પહેલા સરવે સાથે તુલના કરવામાં આવે તો 5નાં સ્કેલ પર 2017માં રોજગારની સમસ્યા 30 ટકા હતી. તે 2018માં વધીને 47% સુધી પહોંચી ગઇ. જ્યારે આ જ સમયમાં સરકારનું પ્રદર્શન જોવામાં આવે તો તે 3.17ટકાથી ઘટીને 2.15 ટકા સુધી આવી ગયું હતું. અન્ય એક સરવેનાં જણાંવ્યા પ્રમાણે 76 ટકા લોકો બેરોજગારીને મુખ્ય સમસ્યા ગણે છે. જો કે આ સરવે અમેરિકી રિસર્ચ સેન્ટરનાં પાછલા વર્ષે 23-મેથી 23 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં 2,521 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સનાં જણાંવ્યા પ્રમાણે રોજગારી પછી આરોગ્ય પીવાનું પાણી,સડક, પબ્લિક ટ્રાન્સપોર્ટ ખેતી માટે પાણીની વ્યવસ્થા,ખેતી માટે લોન, ખેડૂતોને પોષણક્ષમ ભાવો,બીયારણ, અને ખાતર પર સબ્સિડી અને કાનૂન વ્યવસ્થાનાં મુદ્દા મતદારો માટે પ્રાથમિકતાનો વિષય રહ્યા. જ્યારે પિયું સરવેમાં રોજગાર અને પાકિસ્તાન તરફથી ભયનાં માહૌલ બાદ મોંઘવારી,ભ્રષ્ટાચાર,આતંકવાદ અને અપરાધ જેવા મુદ્દાને વધારે મહત્વપુર્ણ ગણાવાયા છે. જ્યારે સ્વાસ્થ્ય સેવાઓને નીચલા સ્તર પર રાખવામાં આવી છે. 

આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધનાં વિશ્વાસે મોદી સરકાર જીતશે?

મહત્વનું છે કે આ બન્ને સર્વે  પુલવામા હુમલો અને ત્યારબાદ પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી કાર્યવાહી પહેલા કરવામાં આવ્યા હતાં. અમેરિકી રિસર્ચ સેન્ટરનાં સરવેમાં 65 ટકા લોકોએ આતંકવાદને સૌથી મોટો મુદ્દો ગણાંવ્યો હતો. જો કે ભાજપ માટે રાહતની વાત એ છે કે 76 ટકા લોકો રોજગારને સોથી મોટી સમસ્યા ગણે છે. એટલા ટકા લોકો જ પાકિસ્તાનને ભારત માટે ભય સમાન ગણે છે. પિયુની માનવામાં આવે તો રોજગારીની વાત છોડી દઇએ તો વધારે ભારતીય લોકો એ વાતને લઇને આશાવાદી છે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.

તેવામાં સવાલ એ છે કે શું ભાજપ રોજગારી અને રોજીંદી સમસ્યાથી જોડાયેલા બાકી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવીને આતંકવાદ અને પાકિસ્તાનની સમસ્યા પર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થઇ છે કે કેમ? કારણ કે એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સનાં સરવેમાં જે કૃષિ મુદ્દાને ઉઠાવવામાં આવ્ય હતો. તેનાંથી સંબંધિત પીએમ કિસાન સમ્માન નિધી યોજનાં આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ શરૂ કરવામાં આવી છે. તેમજ કરોડો ખેડૂતોનાં બેન્ક ખાતામાં આર્થીક સહાયનાં પ્રથમ હપ્તાની રકમ પહોંચી ગઇ છે.

READ ALSO

Related posts

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!