GSTV
Home » News » દિવસમાં 9 કલાકથી વધુ બેસી રહો છો? તો છે જીવનું જોખમ, અપનાવો આ રસ્તો

દિવસમાં 9 કલાકથી વધુ બેસી રહો છો? તો છે જીવનું જોખમ, અપનાવો આ રસ્તો

શારીરિક પ્રવૃત્તિ અકાળે મૃત્યુનું જોખમ ઘટાડે છે. સાથે જ 9 કલાક અથવા તેથી વધુ સમય સુધી બેસવાથી અકાળે મૃત્યુનું જોખમ વધે છે.  એક અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દિશાનિર્દેશોમાં 18 થી 64 વર્ષની વયના લોકોને અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ અથવા 75 મિનિટ સુધી તીવ્ર શારીરિક શ્રમ કરવાની ભલામણ કરવામાં આવે છે.

નોર્વેના ઓસ્લોમાં આવેલા નોર્વેજિયન સ્કૂલ ઓફ સ્પોર્ટ સાયંન્સના પ્રોફેસર ઉલ્ફ એકેલુંડના નેતૃત્વમાં આ શોધ કરવામાં આવી. જેમાં શારીરિક પ્રવૃત્તિ અને મૃત્યુ સાથે બેઠાડું જીવનના સંબંધનું મૂલ્યાંકન કરતું અવલોકન રજૂ કરાયું. કઈ ઉંમરે કેટલી શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે અથવા તેની તીવ્રતા શું હોવી જોઈએ તેનું કોઈ સ્પષ્ટ માપદંડ નથી.

અધ્યયનમાં એક્સીલેરોમીટરનો ઉપયોગ

અધ્યયનમાં  એક્સીલેરોમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે એક પહેરવા યોગ્ય ઉપકરણ છે. આ ઉપકરણ જાગવાના કલાકો દરમિયાન થતી ગતિવિધિની માત્રા અને તીવ્રતાને ટ્રેક કરે છે. જેનો હેતુ દૈનિક પ્રવૃત્તિના સ્તરને માપવાનું છે.

શારીરિક પ્રવૃત્તિઓ

શારીરિક પ્રવૃત્તિના સ્તરના ઉદાહરણોમાં ધીમે ધીમે ચાલવું અથવા ભોજન બનાવવું, વાસણ ધોવા જેવા હળવા કામો કરવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે.  મધ્યમ તીવ્રતાની પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે તે તમારા શ્વાસને ઝડપી બનાવે છે જેમ કે ઝડપથી ચાલવું.

9.5 કલાક અથવા તેથી વધુ સમય સુધી બેસવું જોખમી 

શોધમાં જણાવાયું છે કે ગતિહીન હોવું જેમકે દિવસભર બેસી રહેવું કે 9 કલાકથી વધારે સમય સુધી બેઠાડું જીવન હોય તો સમય કરતાં પહેલા મૃત્યુનું જોખમ વધી જાય છે. આ સંશોધનમાં આઠ ઉચ્ચ ગુણવત્તાવાળા શોધમાં ઓછામાં ઓછા 40 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના 36 હજારથી વધારે વયસ્કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

પ્રારંભિક મૃત્યુ

પ્રવૃત્તિના સ્તરને વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા જેમાં ઓછી પ્રવૃત્તિથી લઈને પ્રવૃત્તિના ઉચ્ચતમ સ્તર સુધીનો સમાવેશ કરાયો. જેમાં તમામ લોકો પર  સરેરાશ 5.8 વર્ષ સુધી નજર રાખવામાં આવી હતા. સંશોધન દરમિયાન 2,149 શોધમાં ભાગ લેનાર લોકોનું મૃત્યું થયું. 

આ ઉપાય કરી ઘટાડો મોતનું જોખમ

શારીરિક પ્રવૃતિની કુલ માત્રામાંથી લગભગ 300 મિનિટ પ્રતિ દિવસ હળવી તીવ્રતાવાળી શારીરિક ગતિવિધ  દિવસમાં લગભગ 24 મિનિટ મધ્યમ તીવ્રતાવાળી શારીરિક ગતિવિધ કરવાથી મોત થવાની શક્યતા ઘટી જાય છે. આ સ્તર પર મહેનત કરનારા લોકોમાં કે શારીરિક શ્રમન ન કરતા લોકોની સરખામણીમાં મૃત્યુનું જોખમ અડધું થઈ ગયું હતું. 

Read Also

Related posts

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah

ખુલ્લામાં વેચાતી મિઠાઇની પણ હશે એક્સપાયરી ડેટ, 1 જૂનથી લાગુ થઇ રહ્યો છે આ નવો નિયમ

Bansari

બેજટ દરમિયાન નીતિન પટેલે કવિતા ગાતા કહ્યું, ‘અમે બધાએ ભેગા મળીને બનાવી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!