GSTV
Gujarat Government Advertisement

ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત 100 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. ખનીજ તેલના વધતા ભાવ પર લોકો સરકારને સવાલ કરી રહ્યા છે કે ભાવમાં ઘટાડો ક્યારે થશે ?

Gujarat Government Advertisement

દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ આજે આ સવાલોનો સામનો કરવો પડ્યો હતો. ગુરૂવારે અમદાવાદમાં એક કાર્યક્રમમાં જ્યારે નિર્મલા સીતારમણને પૂછવામાં આવ્યું કે, સરકાર ક્યારે ખનીજ તેલના ભાવ ઘટાડશે, ત્યારે તેમણે કહ્યું કે તે નહીં જણાવી શકે કે ક્યારે … આ એક ધર્મસંકટ છે.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા આયોજીત બૌદ્ધિકોની સભાને સંબોધન કરતાં નાણામંત્રી સીતારામણે બજેટ અંગે ચર્ચા કરી. સીતારમણે કહ્યું, ‘નવા દાયકાનું આ બજેટ છે. આ બજેટ સ્પષ્ટ રીતે જણાવે છે… અમને ખાનગી ક્ષેત્ર પર વિશ્વાસ છે અને દેશના વિકાસમાં ભાગીદાર થવા માટે તમારૂં સ્વાગત છે.

તેમણે કહ્યું કે આ બજેટમાં અમે સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર શું કરી શકે છે અથવા તે કેટલી હદ સુધી કરી શકે છે … તેથી જ આ બજેટ ભારતીય અર્થવ્યવસ્થાને દિશા નિર્દેશ આપનારૂં છે. તેમણે કહ્યું, અમને સોવિયત સંઘમાંથી એક એવી સિસ્ટમ મળી છે, જેમાં સમાજવાદની સિદ્ધિઓ વિશે વાત કરવામાં આવી હતી … કે માત્ર  સમાજવાદથી સમગ્ર પ્રજાનું કલ્યાણ કરી શકાય છે, તેઓ કહે છે કે કલ્યાણકારી રાજ્ય એ એક સમાજવાદી વિશેષાધિકાર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!