GSTV
Home » News » જાનકી નવમી 2019: વિશેષ યોગના કારણે પુણ્યદાયી છે આજનો દિવસ

જાનકી નવમી 2019: વિશેષ યોગના કારણે પુણ્યદાયી છે આજનો દિવસ


વૈશાખ માસની નવમીની તિથિના રોજ જનકનંદની માતા સીતાનું પૃથ્વીમાંથી અવતરણ થયું હતું. આ તિથિને જાનકી નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. જાનકી નવમી પર ભગવાન રામ સહિત સીતા માતાની પૂજા કરવામાં આવે છે અને ભૂમિ દાન, તીર્થ ભ્રમણ કરવાનું પણ ખાસ મહત્વ છે. આજના દિવસે કરેલા પુણ્યકાર્યથી તમામ દુ:ખ દૂર થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે. મિથિલાંચલ વિસ્તારમાં આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. 

સીતા નવમીના દિવસે મધ્યાહ્ન સમયે માતા સીતાનું અવતરણ થયું હતું. આ દિવસે રામ મંદિરોમાં સંકીર્તન અને અષ્ટયામ થાય છે. આ તિથિ પર માતા જાનકીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ તિથિ રવિયોગમાં હોવાથી અત્યંત પુણ્યશાળી યોગ સર્જાયા છે.

જાનકી નવમી આ વર્ષે મઘા નક્ષત્ર અને રવિયોગમાં આવી છે. આ વ્રત કરવાથી માતા સીતા, ભગવાન વિષ્ણુ અને સૂર્યકૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે રામચરિત માનસનો પાઠ કરવાથી સુખ સૌભાગ્ય અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સીતા માતાના જન્મસ્થળ ખાતે આજના દિવસે ખાસ પૂજા કરવામાં આવે છે. અહીં પૃથ્વીની પૂજા પણ કરવામાં આવે છે.  જ્યોતિષાચાર્ય અનુસાર સૂર્ય, અગ્નિ અને ચંદ્રનો પ્રકાશ માતા સીતાનું જ સ્વરૂપ છે. સીતા માતાએ જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિનું વરદાન આપ્યું હતું.

Read Also

Related posts

વજન ઉતારવાની સાથે જ પેટની બિમારીઓને દૂર કરે છે અજમો

Mansi Patel

હોસ્પિટલમાં થયો ફિલ્મી સીન, બાળકીનો જન્મ થયો તો એક બે નહીં… ત્રણ ત્રણ વ્યક્તિએ કર્યો દાવો ‘હું તોનો પિતા છું’

Arohi

ભારતની સંસદ કોનાથી બને છે? જાણો જનરલ નૉલેજના આવા જ 10 સવાલ-જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!