માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં રાજકારણને લઈને ઈતિહાસનાં નિયમો તૂટી રહ્યા છે, જુઓ આ રાજકુમારીનો દાખલો

થાઇલેન્ડની 68 વર્ષીય રાજકુમારી ઉબોલરત્નાએ વડા પ્રધાનની ચૂંટણી લડવાની વર્ષોની પરંપરા તોડવાની જાહેરાત કરી છે. આ પહેલીવાર છે કે શાહી પરિવારનો એક વ્યક્તિ ચૂંટણીના યુદ્ધના મેદાને આવ્યો હોય.

તે હાલના રાજા મહા વજિરલોંગ્કોર્નની સૌથી મોટી બહેન છે અને ભૂતપૂર્વ રાજા ભૂમિબોલ અતુલ્યદેઝની પુત્રી છે. થાઇ રક્ષા ચાર્ટ પાર્ટીએ તેમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણીમાં પ્રિન્સેસ અને ઓચા વચ્ચે આમને સામને લડાઈ હોવાના કારણે આ ચૂંટણીને લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેની લડત માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે દાયકાઓ પહેલા એક અમેરિકન સાથે લગ્ન કર્યા પછી ઉબોલરત્નાએ તેના શાહી પદને છોડી દેવું પડ્યું. પરંતુ છૂટાછેડા પછી તે પરત થાઇલેન્ડ આવી ગઈ હતી. તેને હજુ પણ શાહી પરિવારનો ભાગ માનવામાં આવે છે. પ્રિન્સેસ ઉબોલરત્નાએ કહ્યું કે મેં શાહી પદ છોડી દીધું છે અને સામાન્ય માણસની જેમ જીવું છે. એક આમ નાગરિકનાં હકો પ્રાપ્ત કરીને, હું રાજકારણમાં આગળ વધી રહી છું. થાઇ રક્ષા ચાર્ટ પાર્ટીએ પીએમ પોસ્ટ માટે મારી ઉમેદવારી સ્વીકારી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter