એક લગ્ન થયું હતું જે બધા જ રીતિ રિવાજ અને પરંપરાઓથી અલગ હતી. કારણકે એક બહેને પોતાના ભાઈની પત્ની એટલે કે દુલ્હન સાથે લગ્ન કર્યા. આ લગ્ન પરિવાર અને દુલ્હાની ઈચ્છા અનુસાર રીતિ રિવાજો સાથે સંપન્ન થયા. આ પછી તે પોતાની ભાભીને દુલ્હન બનાવીને ઘરે લઇ આવી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ ગામ અંબાલા, સુરખેડા અને સનાડા ગામમાં દેવતાના પ્રકોપથી બચવા માટે આવો રિવાજ કરવામાં આવે છે. અહીંના આદિવાસીઓ દેવ ભારમદેવને પોતાના આરાધ્ય દેવ માને છે. આદિવાસીઓની એવી પરંપરા છે કે ભરમદેવ કુંવારા દેવ છે. આ 3 ગામનો કોઈ છોકરો જો વરઘોડામાં જોડાય છે તો તેને દેવતાનો ક્રોધ સહન કરવો પડે છે.

જણાવી દઇએ કે ગામના લોકો પોતાની વરઘોડા સાથે દીકરીઓને કન્યાના ઘરે મોકલે છે. આ બહેનો માત્ર વરઘોડામાં જ નથી હોતી પણ વર-કન્યાને મંડપ સુધી પણ લઈ જાય છે. ત્યારબાદ, ધાર્મિક વિધિઓ કરીને, યુગલ વર પાસે આવે છે.

ભાઈ તેની કન્યા સાથે ઘર વસાવે છે. તાજેતરમાં અંબાલા ગામના હરિસિંગ રાઈસિંગ રાઠવાના પુત્ર નરેશના લગ્ન ફરકુવા ગામના વજલિયા હિંમત રાઠવાની પુત્રી લીલા સાથે થયા હતા. પરંતુ પહેલા અંબાલાથી વરઘોડો દુલ્હાની બેન ઘરે આવી અને તેની ભાભીને દુલ્હન બનાવી. આ રિવાજનું વર્ણન કરતાં ગામના લોકો કહે છે કે આ રિવાજ વર્ષોથી ચાલી આવે છે. તેણે થોડા સમય પહેલા આ પ્રથા બદલવાનો પ્રયાસ પણ કર્યો હતો.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?