ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટી-20 સીરીઝ રમી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈન્જર્ડના પગલે બહાર થઈ ગયો છે પરિણામે હવે મોહમ્મદ સિરાઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત અત્યારે ત્રણ મેચોને સીરીઝમાં 1-0થી આગળ છે અને આવતીકાલે રવિવારે શ્રેણીની બીજી મેચ રમાશે.

ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર માસમાં ટી-20 વર્લ્ડકપ યોજાવાનો છે જેના પગલે વર્લ્ડકપ અગાઉ ભારત માટે આ અંતિમ શ્રેણી હશે. ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ બેસ્ટ કોમ્બિનેશન રમાડશે. મોહમ્મદ સિરાજ પણ ટી-20 વર્લ્ડ કપ માટે જસપ્રીત બુમરાહનું સ્થાન લઈ શકે છે. આવી સ્થિતિમાં તે શ્રેણીની બાકીની બે મેચોમાં કેપ્ટન રોહિત શર્માની પ્રથમ પસંદગી બનશે. મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળશે તો હર્ષલ પટેલને પ્લેઇંગ 11માંથી બહાર બેસવું પડી શકે છે.
સિરાઝનું અત્યાર સુધીનું પ્રદર્શન
મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો છે. જોકે, વન ડે અને ટી-20માં સતત તક મળી રહી નથી. મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. સિરાઝે ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 40 વિકેટ, 10 વનડેમાં 10 વિકેટ અને 5 ટી20 મેચમાં 5 વિકેટ ઝડપી છે.
દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર , શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ.
READ ALSO
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ