GSTV

ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ એરપોર્ટથી સીધો પિતાની કબરે પહોંચ્યો મોહમ્મદ સિરાજ, તેને પિતા કહેતા હતા- ‘ક્રિકેટનો અર્થ જ ટેસ્ટ મેચ છે’

ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચનારી ભારતીય ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ રહેલો મોહમ્મદ સિરાજ ગુરુવારે હૈદરાબાદ પહોંચ્યો હતો. એરપોર્ટ પર ઉતર્યા બાદ સિરાજ સીધો પોતાના પિતા મોહમ્મદ ગોસની કબરે પહોંચ્યો અને અશ્રુભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સિરાજના પિતાનું 20 નવેમ્બરના નિધન થયું હતું. આ દરમિયાન સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો. કોરોના પ્રોટોકોલ્સને લીધે સિરાજ પિતાની દફનવિધિમાં સામેલ થઈ શક્યો નહોતો. જોકે તેણે પિતાના સ્વપ્નને પૂર્ણ કરતા ઓસ્ટ્રેલિયા પ્રવાસે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન સિરાજે અમુક વ્યક્તિગત રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ સમયે સિરાજની માતા, ભાઈ અને મિત્રો ભાવુક થઈ ગયા હતા. ચોથી ટેસ્ટની બીજી ઈનિંગ્સ દરમિયાન સિરાજે પ્રથમવાર 5 વિકેટ ઝડપી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજ ગાબામાં 5 વિકેટ ઝડપનાર માત્ર પાંચમો ભારતીય બોલર બન્યો હતો.

સિરાજ માટે આજે જે સ્ટારડમ મેળવ્યું ત્યાંસુધી પહોંચવું સરળ નહોતું. અમુક વર્ષ અગાઉ સિરાજ હૈદરાબાદના ‘ફર્સ્ટ લાન્સર વિસ્તાર’ના સ્થાનીક ઈદગાહ મેદાનમાં શૂઝ વગર જ બોલિંગ કરતો હતો. માર્ચમાં 27 વર્ષ પૂર્ણ કરવા જનારા સિરાજ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા મોહમ્મદ ગૌસ એક ઓટો રિક્ષા ડ્રાઈવર હતા. સિરાજના ભાઈ તેના પિતાની મદદ કરતા હતા.

સિરાજના પિતા કહેતા હતા- ‘ક્રિકેટનો અર્થ જ ટેસ્ટ મેચ છે’

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ તેના પિતાનું નિધન થયું. ભારતીય ક્રિકેટ બોર્ડે તેની સમક્ષ ભારત પરત ફરવાનો વિકલ્પ રાખ્યો પરંતુ સિરાજે પિતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે ટીમ ઈન્ડિયા સાથે રહેવાનું પસંદ કર્યું. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા સાથે ફરી જોડાતા પહેલા ક્વોરેન્ટાઈનમાં રહેવાનો વારો આવતો અને કદાચ તેને કારણે તે પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નહીં. સિરાજે ભારતીય ક્રિકેટ બોર્ડને ત્યારે જણાવ્યું હતું કે,‘મારા પિતા મને સૌથીવધુ સપોર્ટ કરતા હતા. તેમનું જવું મારી માટે સૌથીમોટું નુકસાન છે. તેમનું સ્વપ્ન હતું કે હું ભારત માટે ટેસ્ટ રમું અને પોતાના દેશનું નામ રોશન કરું.’


સિરાજના મોટા ભાઈ ઈસ્માઈલે કહ્યું કે,‘મારા પિતા ટેસ્ટ ક્રિકેટના મોટા પ્રશંસક હતા. તે સિરાજને કહેતા કે ક્રિકેટનો અર્થ ટેસ્ટ મેચ છે. પિતા વન-ડે અને ટી-20ના મોટા ફેન નહોતા. તેઓ સિરાજને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન આપતા.’ ઈસ્માઈલ હવે સિરાજના મેનેજર પણ છે.

READ ALSO

Related posts

જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર

Sejal Vibhani

ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’

pratik shah

ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!