ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ગુરુવારે જણાવ્યું કે, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણીનો સામનો કર્યા બાદ ઓન ફિલ્ડ અમ્પાયર્સે ટીમને ત્રીજી ટેસ્ટ મેચ અધવચ્ચે જ છોડી દેવાનો વિકલ્પ આપ્યો હતો. સિરાજની સાથે ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહને પણ વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી ડેવિડ બૂનને આ અંગે ફરિયાદ કરી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પછી આ મુદ્દે માફી પણ માંગી હતી. સિરાજને અમુક દર્શકોએ ગાળો પણ ભાંડી હતી. સિરાજે આ મામલે કેપ્ટન અજિંક્ય રહાણેને આ અંગે જાણ કરી હતી. જેણે ઓન ફિલ્ડ અમ્પાયર પૉલ રીફેલ અને પૉલ વિલ્સનને આ અંગે જણાવ્યું હતું. સિરાજે હૈદરાબાદ આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,‘મે ઓસ્ટ્રેલિયામાં અપશબ્દોનો સામનો કર્યો. આ અંગે તપાસ ચાલી રહી છે અને જોઈએ કે ન્યાય મળે છે કે નહીં. મારું કામ કેપ્ટનને આ અંગે જાણ કરવાનું હતું.

ઓસ્ટ્રેલિયામાં ભારત માટે આ સીરિઝમાં સૌથીવધુ 13 વિકેટ ઝડપનાર બોલરે કહ્યું કે,‘અમ્પાયર્સે અમને મેચ છોડી દેવા કહ્યું હતું. જોકે રહાણે (ભાઈ)એ ના પાડી દીધી કે- અમે કોઈ ભૂલ નથી કરી અને અમે રમતા જ રહીશું. દર્શકોના ખરાબ વર્તન બાદ હું માનસિક રીતે મજબૂત થયો અને મે રમત પર આ ઘટનાની અસર થવા દીધી નહીં.’ ઘટના બાદ 6 દર્શકોને સ્ટેડિયમમાંથી હાંકી કઢાયા હતા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે.
READ ALSO
- દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો